Nitish Kumar Shapath Grahan Updates : બિહારમાં યોજાયેલી 2025ની વિધાનસભા ચૂંટણી પછી આજે નવી સરકારની રચના થવા જઈ રહી છે. નીતિશ કુમાર પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે ઘણા મંત્રીઓ પણ શપથ લેશે. આ પ્રસંગે PM મોદી અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. NDA એ બિહારમાં શાનદાર પ્રદર્શન કર્યું, 202 બેઠકો જીતી હતી.
આ મહાનુભવો હાજર રહેશે
નીતીશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા ખાસ મહેમાનો હાજરી આપશે. જેમાં PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી અને રાષ્ટ્રીય લોક મોરચાના સાંસદ ઉપેન્દ્ર કુશવાહાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. આમાં ઘણા મોટા નામો હાજર રહેશે, જેમાં UP ના CM યોગી આદિત્યનાથ, રાજસ્થાનના ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મોહન યાદવ, આસામના હિમંત બિસ્વા શર્મા, છત્તીસગઢના વિષ્ણુ દેવ સાઈ, દિલ્હીના રેખા ગુપ્તા, હરિયાણાના નાયબ સિંહ સૈની, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુનો સમાવેશ થાય છે.
પટનાના ગાંધી મેદાનમાં શપથલ ગ્રહણ સમારોહ
બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ભાજપ અને જેડીયુએ એનડીએમાંથી 101-101 બેઠકો પર ચૂંટણી લડી હતી. એલજેપીએ 27 બેઠકો જીતી હતી અને અન્ય સાથી પક્ષોએ 6-6 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાં ભાજપે 89, જેડીયુએ 85 અને એલજેપીએ 19 બેઠકો જીતી હતી. બિહારના નવા મુખ્યમંત્રી પટનાના ગાંધી મેદાનમાં શપથ લેશે. આ માટેનો સમય આજે ગુરુવારે સવારે 11:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.




















