Parshottam Solanki statement : કેન્દ્રીય મંત્રી અમિત શાહના ભાવનગર આગમન પહેલા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. મંત્રી પરષોત્તમ સોલંકીએ પોતાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન તેમણે આક્રમક અંદાજમાં અનેક રાજકીય સંદેશાઓ આપ્યા હતા.
“ભાવનગરમાં શાંતિ કેમ? કારણ કે બાપ બેઠો છે”
મંત્રી પરષોત્તમ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “જ્યાં સુધી પ્રજાને હું પસંદ છું, ત્યાં સુધી હું ભાવનગરમાં જ રહીશ. જનતા કહેશે કે હવે જરૂર નથી, ત્યારે હું મુંબઈ જતો રહીશ.” તેમણે આગળ ઉમેર્યું કે ભાવનગરમાં શાંતિ અને સ્થિરતા માટે તેમનું નેતૃત્વ જ જવાબદાર છે. તેમના જ શબ્દોમાં “ભાવનગરમાં શાંતિ કેમ? કારણ કે બાપ બેઠો છે.”
રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ
આ નિવેદનોને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. અમિત શાહના આગમન પૂર્વે સોલંકીના આવા દબંગ નિવેદનો રાજકીય સંકેતો તરીકે જોવામાં આવી રહ્યા છે.



















