Mehsana Dudhsagar Dairy : મહેસાણાના દૂધિયા રાજકારણ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં દૂધસાગર ડેરીમાં ચૂંટણી છે. ત્યારે ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો સામે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પોતે ચૂંટણી લડે તેવા સંકેતો આપ્યા હતા પરંતુ હવે એવી વિગતો સામે આવી છે. તેઓ ચૂંટણી લડવાની નિયમો મુજબ લાયકાત ધરવતા નથી.
વિપુલ ચૌધરી નહી દાખલ કરી શકે ઉમેદવારી
દૂધસાગર ડેરીની આવનારી ચૂંટણીમાં વિપુલ ચૌધરી હવે ઉમેદવાર તરીકે લડી શકશે નહીં. સાગરદાણ કેસમાં થયેલી સજા સામે તેમણે હાઈકોર્ટમાં સ્ટે મેળવવા માટે પિટિશન દાખલ કર્યું હતું, પરંતુ હાઈકોર્ટએ તેની સુનાવણી 3 ડિસેમ્બર માટે નક્કી કરી છે. બીજી તરફ, ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ 24 નવેમ્બર છે.
હાઈકોર્ટમાં સુનાવણી 3 ડિસેમ્બરે હાથધરાશે
દૂધસાગર ડેરીની ચૂંટણીબાદ હાઈકોર્ટની સુનાવણી હાથ ધરાશે જેના પગલે વિપુલ ચૌધરી ઉમેદવારી ફોર્મ ભરવાથી દૂર રહેશે, સ્ટે મળ્યા પહેલા વિપુલ ચૌધરી ફોર્મ દાખલ કરી શકશે નહીં. પરિણામે 7 ડિસેમ્બરે યોજાનારી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં તે ભાગ લઈ શકશે નહી. જ્યારે ભાજપ મેડેન્ટમાં લગભગ ચેરમેન તરીકે અશોક ચૌધરીનું નામ લગભગ નક્કી ગણાવામાં આવી રહ્યું છે.



















