Rajkot Husband Firing Case : રાજકોટમાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યા બાદ પોતાને ગોળી મારી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ મળ્યા છે, જેમાં સમગ્ર મામલો લગભગ 40 સેકન્ડમાં કેવી રીતે ઘટ્યો તે સ્પષ્ટ જોવા મળે છે.
રાજકોટમાં ચોંકાવનારી ઘટના
માહિતી મુજબ, પત્ની યોગા ક્લાસ પૂરી કરીને ઘરે પરત ફરતી હતી ત્યારે પતિ તેનો પીછો કરતા એપાર્ટમેન્ટના પાર્કિંગ સુધી પહોંચી જાય છે. CCTVમાં દેખાય છે કે બંને વચ્ચે કંઈક મુદ્દે ભારે ઝપાઝપી થાય છે. પતિ ધક્કો મારે છે, જેના જવાબમાં પત્ની તેને લાફા ઝીંકે છે. વાતચીત અને તણાવ વધતા પતિ ગુસ્સે આવી પોતાની પરવાનાવાળી રિવોલ્વર બહાર કાઢે છે અને પત્નીને ગોળી મારી દે છે.
પતિનું પત્ની પર ફાયરિંગ, પ્રેમ સંબંધ જીવન વિખેર્યું
ફાયરિંગ બાદ પતિ લમણે ગોળી ઝીંકીને પોતે આપઘાત કરી લે છે. પ્રાથમિક માહિતી મુજબ પતિ પત્ની અને તેના ભત્રીજા વચ્ચેના પ્રેમસંબંધથી ખૂબ કંટાળેલો હતો અને એ કારણે ગુસ્સામાં આવી આ કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવે છે. ઘટના બાદ પત્નીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું છે. પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ શરૂ કરવામાં આવી તથા વધુ પૂછપરછના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે



















