Gujarat weather update : ગુજરાતમાં ઠંડીનું પ્રભુત્વ વધી રહ્યું છે અને રાજ્યના અનેક શહેરોમાં રાત્રિના તેમજ વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે આજે રાજ્યમાં સૌથી ઠંડી જગ્યા બની છે.
ઠંડીનું જોર વધ્યું
અમરેલીમાં 11.2 ડિગ્રી અને રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 12.2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું. વડોદરા 13.6 ડિગ્રી, પોરબંદર 13.1 ડિગ્રી અને રાજકોટમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી નોંધાતા શહેરમાં પણ ઠંડીનો માહોલ ગાઢ બન્યો.
તાપમાનનો પારો ગગડ્યો
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાતા ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તર પવન અને ખુલ્લા આકાશના કારણે આવતા દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા છે.



















