Home Gujarat Rajkot Municipal Corporation Officer Puts Up Posters Outside His Chamber

'મને તગડો પગાર મળે છે, કામ કરી ઉપકાર કરતો નથી' : રાજકોટ મનપાના અધિકારીએ પોતાના ચેમ્બર બહાર લગાવ્યા પોસ્ટરો

'મને તગડો પગાર મળે છે, કામ કરી ઉપકાર કરતો નથી'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 18, 2025, 10:36 AM IST

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી મેજર સૂર્યપ્રતાપસિંહ હાલમાં શહેરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. BSF માંથી મનપામાં સેવાઓ આપવા આવેલા આ અધિકારીએ પોતાના કાર્યકક્ષમાં એવી અનોખી પોસ્ટરો લગાવ્યા છે કે જેને જોઈને નાગરિકો આશ્ચર્યમાં મુકી ગયા છે.

“તમારા ગેરવ્યાજબી કામ માટે હું પૈસા લઈને ન કરી આપું''

આ પોસ્ટરો ગુણવંત શાહના નામથી લખાયેલા સંદેશાઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે છે કે, “તમારા ગેરવ્યાજબી કામ માટે હું પૈસા લઈને ન કરી આપું'' આ મેસેજો સીધો અને નિર્ભય વલણ દર્શાવતા હોય, તેમાં તનકાવટ પણ જોવા મળે છે અને સાથે બિનજરૂરી કામોથી દૂર રહેવા માટે નાગરિકોને સંકેત આપવામાં આવ્યો છે.

“લાંચ નહીં, સન્માન આપો”

ઓફિસમાં મૂકાયેલા અન્ય સંદેશાઓમાં લખાયું છે કે, “લાંચ નહીં, સન્માન આપો”, “મને તગડો પગાર મળે છે, કામ કરી ઉપકાર કરતો નથી.” આ સંદેશાઓ સોશિયલ મીડિયા સહિત શહેરમાં ચર્ચાનું કારણ બન્યા છે. નાગરિકો આ પ્રકારના ઠંડા અને તીખા મેસેજો જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક નાગરિકો કહે છે કે આવી સૂચનાઓ અન્ય ઑફિસોમાં પણ મુકવામાં આવે તો ભ્રષ્ટાચારને લગતા ખોટા સંકેતો અને લાંચની પ્રથાને રોકવામાં મદદ મળી શકે. તો કેટલાક લોકોનું માનવું છે કે આવી કડક ભાષા સરકારી ઓફિસોના સ્વભાવ સાથે બેમેળ લાગે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now