Home Gujarat Panchmahal Godhra Shehera Rain Farmers Relief

પંચમહાલના શહેરા અને ગોધરા પંથકમાં વરસાદી માહોલ : ખેડૂતોમાં ખુશીની લાગણી

panchmahal-godhra-shehera-rain
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2026, 06:59 PM IST

ગોધરા/શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા પંથકમાં દિવસભરની ભારે ઉકળાટ બાદ સમી સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. વરસાદ શરૂ થતાં ખેતીલાયક કામગીરીને વેગ મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને વાવણી માટે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભારે ઉકળાટ બાદ બદલાયું વાતાવરણ

દિવસભર ભારે ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન બન્યા હતા. જોકે સાંજ પડતાં જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને શહેરા તેમજ ગોધરા પંથકના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ તેજ રહી હતી, જેના કારણે વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી.

વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોને પણ આગામી દિવસોમાં સારો વરસાદ ચાલુ રહે તેવી આશા બંધાઈ છે.

કેશોદમાં જળબંબાકાર વચ્ચે વહીવટી તંત્ર તેમજ NDRF એલર્ટ: છેલ્લા 12 કલાકમાં 9.8 ઇંચ વરસાદથી સ્ટેટ હાઇવે બંધ, મુસાફરો ભરેલી ST બસ ફસાઈ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now