વડોદરાના મધુનગર વિસ્તારમાં સ્થિત ‘તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ’માં આજે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. થોડા જ મિનિટોમાં આગ એટલી વિકરાળ બની કે આખું રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું.
ફાયર વિભાગે આગને કાબૂ લીધી
આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, જોકે પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી
દૂરથી જ જ્વાળા દેખાઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાતા આસપાસના લોકોમાં પણ દહેશત ફેલાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ અંગે હજી સુધી માહિતી મળી નથી.



















