Vadodara Dena Bridge Accident : વડોદરામાં આજે વહેલી સવારે દેણા બ્રિજ ઉપર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એસટી બસ અચાનક જ એક ટ્રક સાથે ભટકાઈ જતા જોરદાર ટક્કર લાગી થઈ હતી. ઘટનામાં 20થી વધુ મુસાફરોને વિવિધ પ્રકારની ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
દેણા બ્રિજ પર વહેલી સવારે અકસ્માત
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ અને પોલીસ દળે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી (સાયરામજી જનરલ) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. બસના ડ્રાઇવર અને કંડક્ટર સહિત અનેક મુસાફરોને મધ્યમથી ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
એસટી બસ ટ્રક સાથે ટકરાતાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત
અકસ્માતના ચોક્કસ કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ વહેલી સવારના ધૂંધળા વાતાવરણ અથવા વાહનચાલકોના નિયંત્રણ ગુમાવવાના કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે. આ અચાનક બનેલી ઘટના વડોદરાના મુસાફરોમાં ભય અને ચિંતા ફેલાવનાર બની છે, જોકે તાત્કાલિક સારવાર મળતા મોટાભાગના ઇજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્વારા જણાવાયું છે.




















