Rajkot Crime News : રાજકોટમાં શનિવારે સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી. નાગેશ્વર વિસ્તારમાં આવેલા સમેત શિખર એપાર્ટમેન્ટના પરિસરમાં પતિએ પત્નીને ગોળી મારી પછી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. મૃતક લાલજી પઢીયાર અને તેની પત્ની તૃષા પઢીયાર વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી સતત કલેશ ચાલતો હતો. આડા સંબંધોની શંકાને પગલે ઝઘડો વધતા પરિસ્થિતિ આવી હદે પહોંચેલી હતી.
તૃષા ગંભીર રીતે ઘાયલ થઈ
ઘટનાના દિવસે લાલજી પઢીયારે કમ્પાઉન્ડમાં જ પત્ની તૃષા પર ગોળીબાર કર્યો હતો, જેમાં તૃષા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ગંભીર ઇજાઓને કારણે આજે વહેલી સવારે સારવાર દરમિયાન તૃષાનું પણ મોત નિપજ્યું હતું. પત્નીના મોત બાદ હવે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે,
પોલીસે તપાસ હાથધરી
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દંપતી વચ્ચે લાંબા સમયથી મતભેદ હતા, જેના કારણે તણાવ સર્જાતો રહેતો હતો. હાલ પોલીસ બંનેના મોબાઇલ, પરિવારજનોના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે આગળની તપાસ આગળ વધારી રહી છે.




















