Ahmedabad Bhuvaldi Accident : અમદાવાદના ભુવાલડી ગામ નજીક આજે દુર્ઘટનાજનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં કાર રસ્તા પર કામ કરતા શ્રમિકો પર ફરી વળી હતી. આ ભયાનક અકસ્માતમાં સગર્ભા મહિલા સ્થળ પર જ મૃત્યુ પામી, જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ભુવાલડી ગામ નજીક કાર–બાઈકનો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, ભુવાલડી ગામ પાસે પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ઝડપથી દોડી આવેલી કાર નિયંત્રણ ગુમાવી બાઈકને ટક્કર મારી અને સીધી શ્રમિકો તરફ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારથી ટક્કરથી સગર્ભા મહિલાનો દુર્ઘટનાજનક મોત થયું હતું.
સગર્ભા મહિલાનું કરૂણ મોત
સ્થાનિકો પાપ્ત માહિતી મુજબ આ અકસ્માત ભુવાલડી ગામના પૂર્વ સરપંચના પુત્ર દ્વારા કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલમાં પોલીસે ડ્રાઈવર સામે કાર્યવાહી શરૂ કરી છે અને ઘટનાસ્થળનું કોડન કર્યો છે. ગંભીર રીતે ઘાયલ બે શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. વિભાગીય પોલીસ ટીમે અકસ્માતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.




















