IPL Trade Deals Announcement : IPL 2026ના ઓક્શન પહેલાં જ મોટા ફેરફારોનો ધમાકો થયો છે. IPL મેનેજમેન્ટે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ચર્ચાસ્પદ ટ્રેડ ડીલ્સની ઑફિશિયલ જાહેરાત કરી છે અને કયા ખેલાડીઓ કઈ ફ્રેન્ચાઇઝીમાં ગયા તેનું લિસ્ટ પણ બહાર પાડ્યું. તેમાં સૌથી મોટો અને સૌનું ધ્યાન ખેંચી લેતો ટ્રેડ રવીન્દ્ર જાડેજાનો રહ્યો, જે હવે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માંથી રાજસ્થાન રોયલ્સ (RR) માં જોડાયા છે.
રીવાબા જાડેજાએ લખ્યું 'ખમ્મા ઘણી'
જાડેજા, જેમણે 12 સીઝન સુધી CSK માટે રમ્યું છે અને 250થી વધુ મેચ રમી છે, IPL ઈતિહાસના સૌથી અનુભવી અને પ્રભાવશાળી ખેલાડીઓમાં ગણાય છે. રાજસ્થાનમાં તેમના આગમનને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ 'ખમ્મા ઘણી' લખીને સોશિયલ મીડિયા પર સ્વાગત કર્યું, જે ખાસ ચર્ચામાં રહ્યું.
ફ્રીમાં ₹4 કરોડનો ઘટાડો
આ ટ્રેડ સીધો RR ના કેપ્ટન સંજુ સેમસન સાથે કરવામાં આવ્યો છે. અર્થાત્ હવે સેમસન પાંચ વખતના ચેમ્પિયન CSK તરફથી રમશે. સેમસનની હાલની ₹ 18 કરોડની લીગ ફીમાં જ તેમનો ટ્રેડ થયો છે. બીજી તરફ, જાડેજાની લીગ ફીમાં બદલાવ આવ્યો છે. CSK માં તેમની ફી ₹ 18 કરોડ હતી, જે RR માં ટ્રેડ થયા બાદ ₹14 કરોડ થઈ છે, એટલે કે ₹4 કરોડનો ઘટાડો થયો છે.
CSK અને RR માં મોટા ફેરફાર
આ ટ્રેડ વિન્ડોમાં અન્ય મહત્વપૂર્ણ બદલાવોમાં મોહમ્મદ શમીનો પણ સમાવેશ થાય છે, જેમણો લખનઉ સુપર જાયન્ટ્સે ટ્રેડ દ્વારા ખરીદ્યા છે. સાથે જ CSK ના એક અન્ય ઓલરાઉન્ડર સેમ કરનનો ટ્રેડ પણ RRમાં થયો છે, જે ₹2.4 કરોડમાં પૂર્ણ થયો. સીઝન પહેલાં જ થયેલા આ મોટા ફેરફારોથી બંને ટીમોની કમ્બિનેશનમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. CSKને હવે સેમસન જેવા ટોચના બેટ્સમેન-વિકેટકીપર મળ્યા છે, જ્યારે RRને જાડેજા અને સેમ કરન જેવા ગુણાતીશયો ઓલરાઉન્ડર્સ મળતાં તેમની ટીમ વધુ મજબૂત બની છે.




















