Ahmedabad Commonwealth Baton Relay : અમદાવાદ શહેર આજે અનોખા ગૌરવના પળોનો સાક્ષી બન્યું છે. શહેરમાં કોમનવેલ્થની Baton Relay ભવ્ય આયોજન કરાયું હતું, જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો. કોમનવેલ્થ રમતોની યજમાની તરફ અમદાવાદ જોરશોરથી આગળ વધી રહ્યું છે અને શહેર દરેક રીતે પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યું છે.
અમદાવાદમાં યોજાઈ કોમનવેલ્થની Baton Relay
Baton Relay ના આ કાર્યક્રમને લઈને અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં નાગરિકો, ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. લોકોમાં ગર્વનો ભાવ હતો કે વિશ્વસ્તરની ક્રીડા ઘટનાઓ માટે હવે અમદાવાદને પસંદ કરવામાં આવી રહ્યું છે. શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ હવે ઓલિમ્પિક લેવલના સ્ટાન્ડર્ડ મુજબ તૈયાર થતું જઈ રહ્યું છે. આધુનિક સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય સુવિધાઓ, વધતા રમતોના કેન્દ્રો અને ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ, આ બધું મળીને અમદાવાદને વૈશ્વિક નકશા પર એક નવી ઓળખ આપી રહ્યું છે.
કોમનવેલ્થ પછી હવે લક્ષ્ય ઓલિમ્પિક તરફ છે”
સ્થાનિક પ્રશાસન અને ખેલ વિભાગના જણાવ્યા અનુસાર, “કોમનવેલ્થ પછી હવે લક્ષ્ય ઓલિમ્પિક તરફ છે” શહેરને ભવિષ્યમાં વધુ મોટા રમતોના આયોજનો માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. Baton Relay નું આયોજન પણ તેનુ પ્રતિક છે કે અમદાવાદ હવે માત્ર રાષ્ટ્રિય નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું સ્થાન બનાવી રહ્યું છે.
જાણો શું છે King's Baton Relay
કિંગ્સ બેટન રિલે એ કોમનવેલ્થ ગેમ્સની પરંપરા છે જે કોમનવેલ્થ રાષ્ટ્રોને એક કરવા માટે રમતોની શરૂઆત પહેલાં યોજવામાં આવે છે. તેમાં એક દેશથી બીજા દેશમાં લઈ જવામાં આવતો દંડો (લાકડી, બેટન) હોય છે, જેમાં એક ગુપ્ત સંદેશ હોય છે, અને રમતો શરૂ કરનાર રાજા દ્વારા વાંચવામાં આવે છે.
પ્રતીકવાદ: તે સંવાદિતા, દ્રઢતા અને પ્રગતિનું પ્રતીક છે અને કોમનવેલ્થ રાષ્ટ્રો વચ્ચેની સ્થાયી ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે.
પ્રક્રિયા: દંડો દરેક કોમનવેલ્થ દેશમાંથી પસાર થાય છે, તેની સાથે રાષ્ટ્રોના સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરતી કલાકૃતિઓ પણ હોય છે.
હેતુ: તે મિત્રતા, સમાનતા અને વધુ સારા, સંયુક્ત ભવિષ્ય માટે સહિયારી પ્રતિબદ્ધતાનો સંદેશ આપે છે.
Glasgow માં 2026 ગેમ્સની ઔપચારિક પ્રક્રિયાના ભાગ રૂપે કોમનવેલ્થ દેશોમાં તેની યાત્રામાં કિંગ્સ બેટન રિલે 11 નવેમ્બરે નવી દિલ્હીમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં બે દિવસ પ્રદર્શિત કર્યા પછી, બેટન અમદાવાદ તરફ નીકળી હતી.
કિંગ્સ બેટન રિલેનું અનાવરણ રમતગમત મંત્રી મનસુખ માંડવિયા; ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોન અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પીટી ઉષાની હાજરીમાં કરવામાં આવી હતી.




















