Home Sports This Major Weakness Of Gujarat Titans Came To Light Before Ipl 2026

IPL 2026 પહેલા ગુજરાત ટાઇટન્સની આ મોટી નબળાઈ આવી સામે! : GT ની આ એક ભૂલ તેમના માટે IPL 2026 માં ભારે પડશે

IPL 2026 પહેલા ગુજરાત ટાઇટન્સની આ મોટી નબળાઈ આવી સામે!
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 08:52 AM IST

Gujarat Titans : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. તે પહેલાં પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ ગુજરાત ટાઇટન્સ (GT) વિશે એક મોટો દાવો કર્યો છે. તેમણે ગુજરાતની ટીમને ચેતવણી આપતા કહ્યું છે કે, ટીમ તેમના ટોપ-ઓર્ડરના બેટર પર વધારે પડતી નિર્ભર છે. આ સાથે જ તેમણે ટીમના નંબર ત્રણ જોશ બટલરના ખરાબ ફોર્મને પણ ટીમ માટે એક મોટી નબળાઈ ગણાવી છે.

ટોપ ઓર્ડર પર વધુ પડતો આધાર

ગુજરાત ટાઇટન્સે IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરતાં પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. જોકે, એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે તેમની સફળતા પાછળ સાઈ સુદર્શન (759 રન), શુભમન ગિલ (650 રન) અને જોશ બટલર (538 રન) નું શાનદાર ફોર્મ મુખ્ય કારણ હતું. આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ટીમ આ ત્રણ બેટ્સમેનો પર ખૂબ આધાર રાખે છે. આ રણનીતિ ગયા વર્ષે કામ કરી ગઈ હતી, પરંતુ જો આ વર્ષે પણ સફળ થવું હોય તો આ ત્રણમાંથી ઓછામાં ઓછા એક બેટ્સમેને 15 મી ઓવર સુધી ક્રિઝ પર ટકી રહેવું પડશે.

જોશ બટલરનું ચિંતાજનક ફોર્મ

આકાશ ચોપરાએ જોશ બટલરના હાલના ફોર્મ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. આકાશ ચોપરાએ જોશ બટલરના ફોર્મને તેના અગાઉના પ્રદર્શનની સરખામણીમાં એકદમ 'સામાન્ય' (Pedestrian) ગણાવ્યું છે. હાલમાં ભારત અને શ્રીલંકામાં રમાયેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં જોશ બટલરનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું, જ્યાં બટલરે 8 મેચમાં માત્ર 87 રન જ બનાવ્યા હતા. આકાશ ચોપરાના મતે, બટલરનું આ રીતનું ખરાબ પ્રદર્શન અને બેટિંગમાં સંઘર્ષ કરવોએ ગુજરાત ટાઇટન્સની ટીમ માટે મોટો ખતરો બની શકે છે.

બંને ઓપનર પર બધો ભાર ન આપી શકાય

આકાશ ચોપરાએ વધુમાં સમજાવ્યું કે, જો જોશ બટલરનું ખરાબ ફોર્મ IPL માં પણ ચાલુ રહેશે તો ગુજરાત ટાઇટન્સની ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. ગુજરાત ટાઇટન્સે જોશ બટલર સાથે ઇનિંગની શરૂઆત કરવા કરવી જોઈએ, પરંતુ જો તે રન નહીં બનાવે ગુજરાત ટાઇટન્સ ટીમની મુશ્કેલી વધી જશે. કારણ કે, ક્રિકેટમાં તમે દર વખતે બંને ઓપનરો પાસેથી મેચ જિતાડવાની અપેક્ષા રાખી શકો નહીં. મિડલ ઓર્ડરે પણ જવાબદારી લેવી પડશે.

IPL 2026 માં ગુજરાતની પ્રથમ મેચ

શુભમન ગિલની કેપ્ટનસી હેઠળ ગુજરાત ટાઇટન્સ 31 માર્ચના રોજ પોતાની IPL 2026 ની શરૂઆત કરશે. આ મેચ ન્યૂ ચંદીગઢના PCA Stadium ખાતે પંજાબ કિંગ્સ સામે રમાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now