Home Sports Ipl 2026 Hitman Mode On Rohitsharmas Six Rocks Wankhedevideo Goes Viral

IPL 2026: હિટમેન મોડ ઓન! : રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 02:31 PM IST

Rohit Sharma Huge Six Video: આઈપીએલ 2026 માટે હવે તમામ ટીમો તૈયારીઓમાં લાગી ગઈ છે. દરેક ટીમોના પ્રી-સીઝન કેમ્પ પણ શરૂ થઈ ચૂક્યા છે. પોતાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત ખિતાબ જીતાડનાર રોહિત શર્મા પણ પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ ગયા છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. સીઝન શરૂ થાય તે પહેલા રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

રોહિત શર્માની ગગનચુંબી સિક્સર

રોહિત શર્મા સીઝન પહેલા મુંબઈના પ્રી-સીઝન કેમ્પમાં જોડાઈ ગયા છે. બેટિંગ દરમિયાન તેમણે શાર્દુલ ઠાકુરના બોલ પર એક ગગનચુંબી સિક્સર ફટકારી હતી. રોહિતે ફ્રન્ટ ફૂટ પર આવીને લોન્ગ-ઓન તરફ આ શાનદાર સિક્સર ફટકારી, જે બાદ હિટમેન પોતે જ 'કેચ ઈટ' (Catch it) બૂમ પાડતા જોવા મળ્યા હતા. આ સિક્સરથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું, ત્યારબાદ રોહિત નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ ચાલવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

કેવી રહી હતી છેલ્લી સીઝન?

આઈપીએલ 2025માં રોહિત શર્માએ પોતાની શાનદાર બેટિંગથી સૌના દિલ જીત્યા હતા. તેમણે 15 મેચમાં 29.85ની એવરેજ સાથે 418 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 4 અડધી સદી પણ ફટકારી હતી. ગત સીઝનમાં તેમણે 41 ચોગ્ગા ઉપરાંત 22 સિક્સર પણ ફટકારી હતી.

આઈપીએલ કરિયર પર એક નજર

જો રોહિત શર્માના ઓવરઓલ કરિયરની વાત કરીએ તો, અત્યાર સુધી તેમણે 272 આઈપીએલ મેચમાં 29.73ની એવરેજ સાથે 7,046 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 47 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 132.09 રહ્યો છે. રોહિત શર્મા લગભગ 2 મહિના પછી પ્રોફેશનલ ક્રિકેટ રમવા માટે મેદાનમાં ઉતરશે. તેમણે છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામે 18 જાન્યુઆરીએ રમી હતી, ત્યારબાદ તેઓ ક્રિકેટથી દૂર હતા. જોકે, તેઓ આઈપીએલ 2026માં ધમાલ મચાવવા આતુર છે. નોંધનીય છે કે, હિટમેનને ટી-20 વર્લ્ડ કપ 2026 માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ પસંદ કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now