Home Sports Bccis Big Statement On Kavya Marans Purchase Of Abrar Ahmed In The Hundred League

સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની ખેલાડીને કેમ ખરીદ્યો? : કાવ્યા મારન અને પાકિસ્તાની પ્લેયરની ખરીદી પર મોટો વિવાદ, BCCI એ નું મૌન તોડ્યું!

સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની ખેલાડીને કેમ ખરીદ્યો?
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 01:12 PM IST

BCCI First Statement : લંડનમાં રમાનારી ધ હંડ્રેડ 2026 માટે ખેલાડીઓનું ઓક્શન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ ઓક્શને ભારતમાં એક નવો વિવાદ ચાલુ કરી દીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારનની ટીમ સનરાઇઝર્સ લીડ્સ દ્વારા પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને ખરીદવામાં આવતા સોશિયલ મીડિયા પર ચાહકોનો રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સતત વધતા વિવાદ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પણ પોતાનું મૌન તોડ્યું છે.

શું છે સમગ્ર વિવાદ?

લંડનમાં યોજાયેલ ઓક્શનમાં કાવ્યા મારનના સન ગ્રુપની ટીમ સનરાઇઝર્સ લીડ્સ એ પાકિસ્તાની લેગ-સ્પિનર અબરાર અહેમદ પર બોલી લગાવી હતી. ટીમની CEO કાવ્યા મારન હોવાથી ભારતીય ક્રિકેટ પ્રેમીઓ તેમનાથી રોષએ ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ભારતીય માલિકીની ટીમે પાકિસ્તાની ખેલાડીને કેમ ખરીદ્યો? આ નિર્ણયને કારણે કાવ્યા મારનને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

કરોડોની બોલી અને જોરદાર ટક્કર

અબરાર અહેમદની બેઝ કિંમત (Base Price) આશરે 92.5 લાખ રૂપિયા હતી. તેને પોતાની ટીમમાં લેવા માટે સનરાઇઝર્સ લીડ્સ અને ટ્રેન્ટ રોકેટ્સ વચ્ચે જબરદસ્ત કોમ્પિટિશન જોવા મળી રહ્યું હતું. આખરે, સનરાઇઝર્સ લીડ્સ એ ₹2.34 કરોડ (£190,000) ખર્ચીને અબરાર અહેમદને પોતાની ટીમમાં સામેલ કર્યો. આ સાથે જ અબરાર અહેમદ કોઈ ભારતીય માલિકની ટીમ માટે ધ હંડ્રેડમાં રમનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બની ગયો છે.

BCCI એ શું આપ્યો જવાબ?

સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિરોધ વચ્ચે BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, "આ બાબત BCCI ના અધિકારક્ષેત્રમાં આવતી નથી. આ એક વિદેશી લીગ છે અને તેમાં ક્યાં ખેલાડીને લેવો તે લીગ અને ફ્રેન્ચાઇઝીનો નિર્ણય છે. આમાં ભારતીય બોર્ડ કંઈ કરી શકશે નહીં." આમ, BCCI એ આ વિવાદથી પોતાને અલગ કરી લીધું છે.

ટીમ કોચે જણાવ્યું ખરીદી પાછળનું કારણ

સનરાઇઝર્સ લીડ્સના મુખ્ય કોચ ડેનિયલ વેટોરીએ આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, તેમની પહેલી પસંદ ઈંગ્લેન્ડના સ્ટાર સ્પિનર ​​આદિલ રશીદ હતા. પરંતુ તે અન્ય ટીમમાં સોલ્ડ થઈ ગયા હોવાથી તેમને એક શાનદાર સ્પિનરની જરૂર હતી. વેટોરીના જણાવ્યા અનુસાર, ટીમની વ્યૂહરચનામાં શરૂઆતથી જ પ્રાથમિકતામાં એક સ્પિનરને ખરીદવાની હતી. ટીમ મેનેજમેન્ટ પાસે કુલ ચાર-પાંચ સ્પિન બોલરના ઓપ્શન હતા. જેમાં બાંગ્લાદેશના રિશાદ હુસૈન, પાકિસ્તાનના ઉસ્માન તારિક અને અબરાર અહેમદનો સમાવેશ હતો. વેટોરીના મત અનુસાર, અબરાર અહેમદ પાસે પાવરપ્લે અને વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવાની અદભૂત ક્ષમતા છે, જે હેડિંગ્લી જેવી પીચ પર ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ટીમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ

આ વિવાદ માત્ર ટ્રોલિંગ સુધી મર્યાદિત રહ્યું નથી. વિવાદ વધતા જ સનરાઇઝર્સ લીડ્સનું સત્તાવાર 'X' (ટ્વિટર) એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જોકે, એકાઉન્ટ સસ્પેન્ડ થવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે, પાકિસ્તાની ખેલાડીની ખરીદી બાદ થયેલા ભારે વિરોધને કારણે આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now