Home Gujarat Petition Against Hardik Pandya And Ishan Kishan In Vadodara

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ : તિરંગાનું અપમાન અને સ્ટેડિયમમાં અશોભનીય વર્તનનો આરોપ

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ
Play Video
Published by: OBS Bureau
| Last Updated: Mar 15, 2026, 07:24 AM IST

Petition against Vadodara cricketers: વડોદરા શહેરમાં ભારતીય ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાનના આક્ષેપોને લઈને કારેલીબાગ પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. શહેરના સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં બંને ક્રિકેટરો પર અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉજવણી દરમિયાન તિરંગાનું અપમાન તથા અશોભનીય વર્તન કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ:

માહિતી મુજબ, ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડકપ જીત બાદ અમદાવાદના સ્ટેડિયમમાં ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી ઉજવણીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા ખભા પર તિરંગો ઓઢીને મેદાનમાં નાચતા અને દોડતા જોવા મળતા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીકર્તાઓનો આક્ષેપ છે કે આ રીતે તિરંગાને ઓઢીને મનોરંજન કરવું રાષ્ટ્રધ્વજની ગૌરવ પર અસર કરે છે.

રાષ્ટ્રીય પ્રતિકો પ્રત્યે અશ્રદ્ધા:

અરજીમાં વધુમાં જણાવાયું છે કે ઉજવણી દરમિયાન એક અન્ય વીડિયોમાં હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા હતા અને તે સમયે પણ તેમના ખભા પર તિરંગો હતો. અરજીકર્તાઓનું કહેવું છે કે આ વર્તન રાષ્ટ્રીય પ્રતિકો પ્રત્યે અશ્રદ્ધા દર્શાવે છે. સાથે સાથે ઈશાન કિશન દ્વારા પણ તિરંગા સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે જાગૃત નગરી અને સામાજિક આગેવાન રાજેશકુમાર ગોયલે જણાવ્યું હતું કે 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી દરમિયાન દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોવાના આરોપોને લઈને તેઓ કારેલીબાગ પોલીસ મથકમાં આવ્યા છે. તેમણે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે કે આ ઘટનાની તપાસ કરીને સંબંધિત ક્રિકેટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

બિડકર દ્વારા હાર્દિક પંડ્યા સામે ફરિયાદ:

ઉલ્લેખનીય છે કે આ મુદ્દે અગાઉ પણ બેંગલુરુના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકર દ્વારા હાર્દિક પંડ્યા સામે ફરિયાદ કરવામાં આવી હતી. હાલમાં વડોદરામાં આપવામાં આવેલી અરજી અંગે પોલીસે નોંધ લઈને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવાની દિશામાં તપાસ શરૂ કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વડોદરામાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ: ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી કોમર્શિયલ બોટલમાં ભરતો ટેમ્પો ચાલક 30 સિલિન્ડર સાથે ઝડપાયો

વડોદરામાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ

વડોદરાના મકરપુરા GIDC માં અસામાજિક તત્વોનો આતંક: ન જેવી બાબતે યુવક પર ચાકુથી જીવલેણ હુમલો, વીડિયો વાયરલ

વડોદરાના મકરપુરા GIDC માં અસામાજિક તત્વોનો આતંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો: ધારાસભ્ય હિટલરશાહી ચલાવતા હોવાનો કાર્યકરોનો બળાપો, અમદાવાદ ભાજપના વ્હોટ્સએપ મેસેજ વાયરલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો

ગલ્ફ સંકટની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર માઠી અસર: LPG અછતથી 3500થી વધુ એકમો ઠપ્પ!

ગલ્ફ સંકટની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર માઠી અસર

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ: સ્પેસ સેક્ટરમાં રાજ્યએ રચ્યો નવો ઈતિહાસ

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!: વડોદરાના સુંદરપુરાના ઓર્નેટ વિલામાં યુવકની કરપીણ હત્યા

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ: સાકોદરા ગામેથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!: જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ: દાંતીવાડા અને સીપુ ડેમને જોડતી ₹119 કરોડની યોજના મંજૂર!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ

ભાવિ ડોક્ટરનો કરુણ અંત: રાજકોટ AIIMS ના વિદ્યાર્થીએ પરપીપડીયા પાસે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ભાવિ ડોક્ટરનો કરુણ અંત

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન: “ગાંધીના હત્યારાનું મહિમામંડન શરમજનક” વિપક્ષનો આકરો પ્રહાર

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ: ગુનાખોરી સામે પોલીસને સખત કાર્યવાહી કરવા સૂચના

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા: રાત્રે પેડલ રિક્ષામાં રેકી કરી બંધ મકાનોમાં કરતા હતા ચોરી!

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો: 20થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત, SOG ટીમની મોટી કાર્યવાહી

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક: જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા ગંભીર સવાલો, મંત્રી મનીષા વકીલનો જવાબ ઘેરાયા ધારાસભ્ય

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?: ગિરનાર નોનવેજ-દારૂ પાર્ટી કેસમાં સગીરના આક્ષેપોથી ખળભળાટ

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર: 7 વર્ષ પછી ડભોઈ–કરજણ રેલવે લાઇન ફરી શરૂ, 15 માર્ચથી ડેમુ ટ્રેન દોડશે

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 394 સંસ્થાઓમાં મતદાન, 26 માર્ચ આસપાસ કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી