Home Sports From Shubman Gill To Smriti Mandhana In The Bcci Naman Award Know Who Will Receive Which Honor

BCCI Naman Award 2026 List : શુભમન ગિલથી સ્મૃતિ મંધાના સુધી... જાણો કોને ક્યો એવાર્ડ મળશે

BCCI Naman Award 2026 List
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 11:56 AM IST

BCCI Naman Awards 2026 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ 2026 ના 'નમન એવોર્ડ્સ' ના વિજેતાઓની લિસ્ટ જાહેર કરી દીધી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરવામાં આવવાના છે. આ વર્ષે બોર્ડ દ્વારા ત્રણ દિગ્ગજોને 'લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ' આપવામાં આવી રહ્યો છે, જે ભારતીય ક્રિકેટમાં તેમના અમૂલ્ય યોગદાનની સ્વીકૃતિ છે.

ઇન્ટરનેશનલ સ્તરે ચમકતા સિતારા

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન શુભમન ગિલને વર્ષ 2024-25 ની સીઝન માટે પુરુષ કેટેગરીમાં 'બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર' (પોલી ઉમરીગર એવોર્ડ) થી નવાજવામાં આવશે. ગિલને બીજી વખત આ સન્માન મળવા જય રહ્યું છે. બીજી તરફ, મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાએ પોતાની કારકિર્દીમાં પાંચમી વખત 'બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર' નો ખિતાબ જીતીને ઇતિહાસ રચશે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈનો દબદબો

સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશને ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આ સીઝનમાં ચાર ટ્રોફી જીતવા બદલ તેમને 'શ્રેષ્ઠ પ્રદર્શન' નો એવોર્ડ મળવાનો છે. વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, શેફાલી વર્માને સિનિયર ડોમેસ્ટિક ODI માં શ્રેષ્ઠ પ્રદર્શન માટે જગમોહન દાલમિયા ટ્રોફી આપવામાં આવશે. જ્યારે આયુષ મ્હાત્રે અને હર્ષ દુબેને શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે લાલા અમરનાથ એવોર્ડ મળશે.

ઐતિહાસિક પળ : ICC વિજેતા ટીમોનું સન્માન

નમન એવોર્ડ્સ 2026 ની એક ખાસ વાત એ હશે કે ICC ટ્રોફી જીતનાર પાંચેય ભારતીય ટીમોને સન્માનિત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર થશે. BCCI ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીતનાર સિનિયર પુરુષ ટીમોનું સન્માન કરશે. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 જીતનાર મહિલા ટીમોનું પણ સન્માન કરવામાં આવશે. અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમનું પણ સન્માન કરવામાં આવશે.

BCCI નમન એવોર્ડ્સ 2026 : વિજેતાઓની સંપૂર્ણ યાદી

એવોર્ડ કેટેગરી

વિજેતાનું નામ

વિગત/ટીમ

પોલી ઉમરીગર એવોર્ડ (શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર)

શુભમન ગિલ

ઇન્ટરનેશનલ (2024-25)

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ

સ્મૃતિ મંધાના

ઇન્ટરનેશનલ (2024-25)

મહિલા ODI માં સૌથી વધુ રન

સ્મૃતિ મંધાના

2024-25 સીઝન

મહિલા ODI માં સૌથી વધુ વિકેટ

દીપ્તિ શર્મા

2024-25 સીઝન

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ (પુરુષ)

હર્ષિત રાણા

2024-25 સીઝન

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ (મહિલા)

એન શ્રી ચરણ

2024-25 સીઝન

ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન

મુંબઈ ક્રિકેટ એસોસિએશન

2024-25 સીઝન

ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ અમ્પાયર

ઉલ્હાસ ગાંધે

2024-25 સીઝન

લાલા અમરનાથ એવોર્ડ (શ્રેષ્ઠ ઓલરાઉન્ડર)

આયુષ મ્હાત્રે

સ્થાનિક મર્યાદિત ઓવર (મુંબઈ)

લાલા અમરનાથ એવોર્ડ (રણજી ટ્રોફી ઓલરાઉન્ડર)

હર્ષ દુબે

રણજી ટ્રોફી (વિદર્ભ)

માધવરાવ સિંધિયા એવોર્ડ (સૌથી વધુ રન - એલીટ)

યશ રાઠોડ

રણજી ટ્રોફી (વિદર્ભ)

માધવરાવ સિંધિયા એવોર્ડ (સૌથી વધુ વિકેટ - એલીટ)

હર્ષ દુબે

રણજી ટ્રોફી (વિદર્ભ)

માધવરાવ સિંધિયા એવોર્ડ (સૌથી વધુ રન - પ્લેટ)

સ્નેહલ કૌથંકર

રણજી ટ્રોફી (ગોવા)

માધવરાવ સિંધિયા એવોર્ડ (સૌથી વધુ વિકેટ - પ્લેટ)

સુચિત જે.

રણજી ટ્રોફી (નાગાલેન્ડ)

જગમોહન દાલમિયા ટ્રોફી (શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર)

શેફાલી વર્મા

સીનિયર ડોમેસ્ટિક ODI (હરિયાણા)

જગમોહન દાલમિયા ટ્રોફી (જુનિયર મહિલા)

ઈરા જાધવ

જુનિયર ડોમેસ્ટિક (મુંબઈ)

વિજય મર્ચન્ટ ટ્રોફી (U-16) - સૌથી વધુ રન

શાંતનુ સિંઘ

એલીટ ગ્રુપ (ઉત્તર પ્રદેશ)

વિજય મર્ચન્ટ ટ્રોફી (U-16) - સૌથી વધુ વિકેટ

યશવર્ધન સિંહ ચૌહાણ

એલીટ ગ્રુપ (મધ્યપ્રદેશ)

કૂચ બિહાર ટ્રોફી (U-19) - સૌથી વધુ રન

નિત્ય જે પંડ્યા

એલીટ ગ્રુપ (બરોડા)

કૂચ બિહાર ટ્રોફી (U-19) - સૌથી વધુ વિકેટ

હેમચુડેસન જે.

એલીટ ગ્રુપ (તમિલનાડુ)

કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી (U-23) - સૌથી વધુ રન

મેકનીલ એચ.એન.

એલીટ ગ્રુપ (કર્ણાટક)

કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી (U-23) - સૌથી વધુ વિકેટ

વિકી ઓસ્ટવાલ

એલીટ ગ્રુપ (મહારાષ્ટ્ર)

પ્લેટ ગ્રુપ વિજેતાઓ (જુનિયર)

  • U-16 વિજય મર્ચન્ટ : પ્રીતમ રાજ (રન), કિશન સરકાર (વિકેટ).

  • U-19 કૂચ બિહાર : રાઘવન રામામૂર્તિ (રન), અર્કજીત રોય (વિકેટ).

  • U-23 સી.કે. નાયડુ : આર. જશવથ શ્રીરામ (રન), દીપજ્યોતિ સૈકિયા (વિકેટ).

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now