Home Sports Bad News For Kkr Team And Their Fans Star Fast Bowler Harshit Rana Out Of Ipl Due To Injury

IPL 2026 પહેલા KKR ટીમ અને તેમના ફેન્સ માટે માઠા સમાચાર! : Harshit Rana ઈજાને કારણે IPL 2026 માંથી બહાર થઈ ગયો

IPL 2026 પહેલા KKR ટીમ અને તેમના ફેન્સ માટે માઠા સમાચાર!
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 12:52 PM IST

IPL 2026 : IPL 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના કેમ્પમાંથી ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાના કારણે આગામી આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ સમાચાર KKR ના ફેન્સ અને ટીમ મેનેજમેન્ટ માટે એક મોટો આંચકો સમાન છે.

કેવી રીતે થઈ ઈજા?

હર્ષિત રાણાને T20 વર્લ્ડ કપ 2026 ની વોર્મ-આપ મેચ સાઉથ આફ્રિકા સામે જે મેચ હતી. તેમાં હર્ષિત રાણાને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. આ મેચ દરમિયાન તે પોતાનો રન-અપ પણ પૂરો કરી શકતો ન હતો અને માત્ર એક ઓવર ફેંકીને તે મેદાનની બહાર થઈ ગયો હતો. હાલમાં તે રીકવરીના ફેઝમાં છે, પરંતુ IPL ની શરૂઆત સુધી તે ફિટ થઈ શકે તેમ નથી.

KKR માટે કેમ છે આ મોટો આંચકો?

હર્ષિત રાણા KKR ની બોલિંગ લાઇનઅપનો મહત્વનો ભાગ છે. વર્ષ 2024 માં જ્યારે KKR ચેમ્પિયન બન્યું, ત્યારે હર્ષિત રાણાએ 19 વિકેટ લઈને ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેના શાનદાર પરર્ફોમન્સને કારણે જ ટીમ મેનેજમેન્ટે હર્ષિત રાણાને 2025 ના મેગા-ઓક્શન પહેલા ₹4 કરોડમાં રિટેન કર્યો હતો. હર્ષિત રાણાને શરૂઆતની ઓવર્સમાં સ્વિંગ અને ડેથ ઓવર્સમાં તેની વિકેટ લેવાની ક્ષમતા ટીમને હંમેશા મજબૂત બનાવતી હતી.

ટીમમાં અન્ય ફેરફારો

હર્ષિત રાણા ઉપરાંત શ્રીલંકન બોલર મથીશા પથિરાનાની ફિટનેસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા KKR એ ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાની સાથે કરાર કર્યો છે. મુઝારાબાનીએ IPL માં રમવા માટે પાકિસ્તાન સુપર લીગ (PSL) માંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે જોવાનું એ રહેશે કે, KKR હર્ષિત રાણાના રિપ્લેસમેન્ટ તરીકે કોની પસંદગી કરે છે.

પહેલી મેચ મુંબઈ સામે

ipl ના શિડ્યુલ મુજબ, કોલકાતા નાઈટ રાઈડર્સ પોતાની પહેલી મેચ 29 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. ટીમ હવે પોતાની બોલિંગ વ્યૂહરચના ફરીથી તૈયાર કરી રહી છે જેથી ટૂર્નામેન્ટની શરૂઆત સારી રીતે કરી શકે.

IPL 2026 : KKR અને અન્ય મહત્વની મેચોનું સમયપત્રક

તારીખ

દિવસ અને સમય

મેચ

વેન્યુ

28 માર્ચ 2026

શનિવાર, સાંજ

RCB vs SRH

બેંગલુરુ

29 માર્ચ 2026

રવિવાર, સાંજ

MI vs KKR

મુંબઈ

30 માર્ચ 2026

સોમવાર, સાંજ

RR vs CSK

ગુવાહાટી

31 માર્ચ 2026

મંગળવાર, સાંજ

PBKS vs GT

મુલ્લાનપુર

01 એપ્રિલ 2026

બુધવાર, સાંજ

LSG vs DC

લખનૌ

02 એપ્રિલ 2026

ગુરુવાર, સાંજ

KKR vs SRH

કોલકાતા

03 એપ્રિલ 2026

શુક્રવાર, સાંજ

CSK vs PBKS

ચેન્નાઈ

04 એપ્રિલ 2026

શનિવાર, બપોર

DC vs MI

દિલ્હી

04 એપ્રિલ 2026

શનિવાર, સાંજ

GT vs RR

અમદાવાદ

05 એપ્રિલ 2026

રવિવાર, બપોર

SRH vs LSG

હૈદરાબાદ

05 એપ્રિલ 2026

રવિવાર, સાંજ

RCB vs CSK

બેંગલુરુ

06 એપ્રિલ 2026

સોમવાર, સાંજ

KKR vs PBKS

કોલકાતા

07 એપ્રિલ 2026

મંગળવાર, સાંજ

RR vs MI

ગુવાહાટી

08 એપ્રિલ 2026

બુધવાર, સાંજ

DC vs GT

દિલ્હી

09 એપ્રિલ 2026

ગુરુવાર, સાંજ

KKR vs LSG

કોલકાતા

10 એપ્રિલ 2026

શુક્રવાર, સાંજ

RR vs RCB

ગુવાહાટી

11 એપ્રિલ 2026

શનિવાર, બપોર

PBKS vs SRH

મુલ્લાનપુર

11 એપ્રિલ 2026

શનિવાર, સાંજ

CSK vs DC

ચેન્નાઈ

12 એપ્રિલ 2026

રવિવાર, બપોર

LSG vs GT

લખનૌ

12 એપ્રિલ 2026

રવિવાર, સાંજ

MI vs RCB

મુંબઈ

Also Read : શુભમન ગિલથી સ્મૃતિ મંધાના સુધી, BCCI એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now