Home Sports Hardik Pandya Ferrari 12cilindri Car Worth 12 Crore Drive With Mahieka Sharma

Hardik Pandya Ferrari 12Cilindri : ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે છે ગાડીની કિંમત

Hardik Pandya Ferrari 12Cilindri
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 10:23 AM IST

Hardik Pandya Ferrari 12Cilindri: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ મહિકા સાથે મોંઘી કારમાં જોવા મળી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ઓલરાઉન્ડર Hardik Pandya સતત ચર્ચામાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં હાર્દિક તેની ગર્લફ્રેન્ડ Mahika Sharma સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નીકળેલો જોવા મળે છે. આ વીડિયો ખાસ કરીને કાર પ્રેમીઓ અને ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વાયરલ વીડિયોમાં હાર્દિક એક શાનદાર Ferrari 12Cilindri ચલાવતો જોવા મળે છે, જ્યારે તેની બાજુની સીટ પર માહિકા શર્મા બેઠેલી છે. કારની લક્ઝરી ડિઝાઇન અને સ્ટાઇલને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિકે આ મોંઘી કાર તાજેતરમાં ખરીદી છે અને વર્લ્ડ કપ જીત્યા બાદ પોતાને ભેટ રૂપે આપી છે. જોકે, હાર્દિક તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ કારની કિંમતને લઈને પણ ભારે ચર્ચા થઈ રહી છે. ભારતમા Ferrari 12Cilindri ની અંદાજિત કિંમત લગભગ 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે આ રકમ Pakistan Super League (PSL) ની પ્રાઇઝ મની કરતા લગભગ ત્રણ ગણો વધારે છે. 2025માં PSL જીતનાર Lahore Qalandars ને લગભગ 4.2 કરોડ રૂપિયા પ્રાઇઝ મની તરીકે આપવામાં આવ્યા હતા.

ક્રિકેટની વાત કરીએ તો Hardik Pandya એ ICC Men's T20 World Cup 2026માં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે 9 ઇનિંગ્સમાં 27.12ની સરેરાશ અને 160.74ના સ્ટ્રાઈક રેટથી કુલ 217 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. બોલિંગમાં પણ તેણે 9 મેચમાં 9 વિકેટ ઝડપી ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યા હવે પોતાની લાઇફસ્ટાઇલ અને લક્ઝરી કારને કારણે પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ક્રિકેટ ચાહકો માટે ખાસ આકર્ષણ બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now