Home Sports How Was Shubman Gill Dropped From The 2026 T20 World Cup Squad Captain Suryakumar Yadav Explain

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો : T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 12:09 PM IST

T20World Cup 2026 માં ઈશાન કિશનની પસંદગી એકાએક થઈ હતી. તે લગભગ 2 વર્ષથી ટીમની બહાર ચાલી રહ્યો હતો. હવે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની પસંદગી પાછળના રોમાંચક કારણો વિશે વાત કરી છે.

ગિલની બાદબાકી અને ઈશાનની એન્ટ્રી

T20 વર્લ્ડ કપ 2026 પહેલા શુભમન ગિલ ભારતીય T20 ટીમનો અભિન્ન હિસ્સો હતો. એટલું જ નહીં, તેને ટીમની વાઈસ કેપ્ટનની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. એશિયા કપ 2025માં પણ તે વાઇસ કેપ્ટન તરીકે રમ્યો હતો. જોકે, વર્લ્ડ કપની ટીમ પસંદ કરવામાં આવી ત્યારે ગિલને બહાર રાખવામાં આવ્યો અને સિલેક્ટર્સે તેના સ્થાને ઈશાન કિશન પર ભરોસો મૂક્યો.

સૂર્યાએ શું કહ્યું?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે ઈશાનની પસંદગી પાછળ દિલનો અવાજ અને થોડા આંકડા (ડેટા) જવાબદાર હતા. સૂર્યાના જણાવ્યા અનુસાર અમારે ટોપ ઓર્ડરમાં એવા ખેલાડીની જરૂર હતી જે વિસ્ફોટક બેટિંગ (Fire Power) કરી શકે. મેં ઈશાનને ફોન કર્યો અને પૂછ્યું, 'છોટું, વર્લ્ડ કપ જીતાડશે?' ત્યારે તેણે આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો, 'બસ, ભરોસો રાખીને જુઓ.' મેં તેને કહ્યું, 'ચાલ, તારા પર ભરોસો કર્યો' અને આ રીતે તેની ટીમમાં વાપસી થઈ."

ઈશાનનું શાનદાર પ્રદર્શન

લગભગ બે વર્ષ સુધી ટીમથી દૂર રહ્યા બાદ ઈશાન કિશને આ તકને બંને હાથે ઝડપી લીધી. વર્લ્ડ કપમાં તેને જે જવાબદારી સોંપવામાં આવી હતી, તેમાં તે ખરો ઉતર્યો અને શાનદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂતી આપી. ગિલ જેવા સ્થાપિત ખેલાડીને બદલે ઈશાનને લેવાનો નિર્ણય અંતે ટીમ માટે ફાયદાકારક સાબિત થયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now