Home Sports Why Did Sanju Samson Leave Rajasthan Royals Broke His Silence Before Joining Csk

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ? : CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 07:38 AM IST

Sanju Samson : ભારતીય ક્રિકેટના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન હવે IPL 2026 માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતા જોવા મળવાના છે. કેરળના 31 વર્ષીય સંજુ સેમસનને ઓક્શન પહેલા ચેન્નઈની ટીમમાં અને રવીન્દ્ર જાડેજા અને સેમ કરણને રાજસ્થાન રોયલ્સની ટીમમાં એક ખાસ ટ્રેડ ડીલ અંતર્ગત સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષો સુધી રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડી તરીકે રહ્યા બાદ સંજુ સેમસનનું અચાનક ટીમ છોડવું ફેન્સ માટે એક મોટી સરપ્રાઈઝ હતી. હવે સિઝન શરૂ થાય તે પહેલાં સંજુ સેમસને પોતે આ ટ્રેડ પાછળનું સાચું કારણ જણાવ્યું છે.

શા માટે લીધો આ નિર્ણય?

સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સ છોડવા અંગે ખુલીને વાત કરી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું કે, 2018 થી 2025 સુધી સતત રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યા પછી મને અહેસાસ થયો કે, હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. સેમસને સ્પષ્ટપણે કહ્યું, "મેં રાજસ્થાન રોયલ્સની ટીમને છોડી કેમ કે મને લાગ્યું કે, ટીમ સાથે મારો સમય પૂરો થઈ ગયો છે."

રોયલ્સ સાથેનો યાદગાર પ્રવાસ

સંજુ સેમસનનો રાજસ્થાન રોયલ્સ સાથેનો સંબંધ ઘણો જૂનો અને મજબૂત રહ્યો છે. તેને આ ફ્રેન્ચાઈઝી માટે કુલ 11 IPL સિઝન રમી છે. તે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર અને મહત્વના ખેલાડીઓમાંથી એક રહ્યો છે. 2013 થી 2015 સુધી સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સની ટીમનો ભાગ હતો, ત્યારબાદ બે વર્ષ તે દિલ્હી કેપિટલ્સ (પહેલા દિલ્હી ડેયરડેવિલ્સ) ની ટીમમાં રહ્યો અને ફરીથી રાજસ્થાનમાં પરત ફરીને ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું.

લાગણીઓ અને મેદાનની ટક્કર

જ્યારે સંજુને પૂછવામાં આવ્યું કે, તે મેદાન પર તેની જૂની ટીમ સામે કેવી રીતે રમશે, ત્યારે તેણે ખૂબ જ સુંદર જવાબ આપતા કહ્યું કે, "આવી સ્થિતિ અત્યાર સુધી નથી આવી. આ પહેલીવાર છે જ્યારે હું IPL માં રાજસ્થાન રોયલ્સની સામે રમવા જઈ રહ્યો છું. હું મેદાન પર પગ મૂકતા જ લાગણીઓ વિશે વધુ વિચારતો નથી. ગેમ જ બધું નક્કી કરે છે. મેચ પહેલા અને મેચ પછી, જ્યારે હું જૂની ટીમ સાથે રમું છું, તો ત્યાં ઘણાં ખેલાડી છે, જેની સાથે અમે બાળપણમાં રમ્યા છીએ. ઘણાં બધા મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફ પણ છે. બધા ત્યાં છે. બધાનો પ્રેમ અને સન્માન પણ મળે છે. પરંતુ જેવું મેં પહેલા કહ્યું, દરેકનો પોતાનો સમય હોય છે."

નવી સફર માટે ઉત્સાહ

રાજસ્થાનનો સાથ છોડ્યા બાદ હવે સંજુ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે નવી યાત્રા શરૂ કરવા માટે ઘણો ઉત્સાહિત છે. સંજુ સેમસને ઉમેર્યું કે, "મારો સમય રાજસ્થાન રોયલ્સ સાથે હતો. મેં આગળ વધવાનો નિર્ણય કર્યો, કેમ કે મને લાગ્યું કે, એ સમય ખતમ થઈ ગયો છે. તો ત્યારે હું આગળ વધ્યો છું, થોડો ઉત્સાહ પણ છે. આ એક નવી યાત્રા છે. ભલે હું રાજસ્થાન રોયલ્સ સામે રમું, હું આનંદ સાથે રમવા માગું છું."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now