Why couldn't Sanju Samson score a century in the World Cup?: ન્યુઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ટીમ ઇન્ડિયાએ વર્ષ 2026નો ટી-20 વર્લ્ડ કપ વિજેતાનો ખિતાબ પોતાને નામ કર્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા બેક ટુ બેક વર્લ્ડ કપ જીતનારી ઇતિહાસની પહેલી ટીમ બની ગઈ છે. જોકે, વર્લ્ડ કપમાં ભારતની જીતની પાછળ સૌથી વધારે જે ખેલાડીનું યોગદાન તે ખેલાડીએ હાલમાં જ એક મોટો ખુલાસો કર્યો છે. અહીં વાત થઈ રહી છે વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરીઝ બનનાર સંજુ સેમસનની.
સંજુ સેમસન વેસ્ટ ઇન્ડીઝ સામેની વચ્યુઅલ ફાઇનલ, ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ અને ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ મેચમાં સતત ત્રણ વાર ટીમ ટોપપર રહ્યો હતો. સંજુએ સતત ત્રણવાર આ મેચોમાં 50-50નો રન ફટકાર્યા હતા. જેમાં સંજુ ત્રણેયવાર સદીની નજીક પહોંચીને આઉટ થયો હતો. ત્યારે શું સંજુ સદી ફટકારી શક્યો હોત? શું સંજુ પોતે સદી ફટાકરવાનું વિચારતો હોય છે. જાણો આ મુદ્દે હાલમાં જ સંજુ સેમસને એક ઇન્ટરવ્યુઝમાં શું મોટા ખુલાસા કર્યાં. સેમસનના બેટમાંથી માત્ર પાંચ મેચમાં 321 રન આવ્યા, જેમાં તેની સ્ટ્રાઇક રેટ 199.37ની રહી.
ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમની ઐતિહાસિક જીતમાં વિકેટકીપર-બેટ્સમેન Sanju Samsonનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું. આ ટુર્નામેન્ટ દરમિયાન તેણે માત્ર પાંચ મેચમાં 321 રન બનાવીને ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઓળખ મેળવેલી. તેની સ્ટ્રાઇક રેટ 199.37 રહી હતી, જે તેની તોફાની બેટિંગનો પુરાવો આપે છે.
આ વર્લ્ડ કપની નિર્ણાયક મેચોમાં સંજુ સેમસન પાસે બેક ટુ બેક ત્રણ સદી બનાવવાની તક હતી. પરંતુ તેણે વ્યક્તિગત માઇલસ્ટોન કરતાં ટીમના હિતને વધારે મહત્વ આપ્યું. વેસ્ટ ઇન્ડિઝ સામે સુપર-8ની કરો યા મરો મેચમાં તેણે અણનમ 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ સેમિફાઈનલમાં 89 અને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પણ 89 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેના આ સતત પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો.
એક ઇન્ટરવ્યૂમાં સેમસને ખુલાસો કર્યો કે તેના મનમાં સદી બનાવવાનો વિચાર જરૂર આવ્યો હતો, પરંતુ તેણે પોતાની રમતની પ્રક્રિયાને વધુ મહત્વ આપ્યું. તેણે કહ્યું કે એક ખેલાડી તરીકે મનમાં સદી વિશે વિચાર આવવો સ્વાભાવિક છે, પરંતુ તેણે પોતાને યાદ અપાવ્યું કે અત્યાર સુધીના રન તે પ્રોસેસ પર ફોકસ રાખીને જ બનાવ્યા છે. તેથી તેણે વ્યક્તિગત રેકોર્ડ પાછળ દોડવાને બદલે ટીમની જરૂરિયાતને પ્રથમ સ્થાન આપ્યું.
ભારતના હેડ કોચ Gautam Gambhirએ પણ ટીમ મીટિંગમાં સ્પષ્ટ કર્યું હતું કે વ્યક્તિગત માઇલસ્ટોન કરતાં ટીમનું લક્ષ્ય વધુ મહત્વપૂર્ણ છે. સેમસને કહ્યું કે ટીમના ખેલાડીઓએ આ વિચારને સ્વીકારી લીધો હતો અને દરેકે પોતાની રમતને ટીમના હિત સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. સેમસને એ પણ સ્વીકાર્યું કે ટુર્નામેન્ટ દરમિયાન પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા ન મળતાં તે થોડા સમય માટે નિરાશ થયો હતો. જોકે તેણે પોતાને ફરી સંભાળ્યો અને તક મળતાં ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેની આ ટીમ-ફર્સ્ટ વિચારસરણી જ ભારતની ખિતાબી જીતમાં મોટો આધાર બની.




















