A sense of mourning in the cricket world : ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર બોબ બ્લેયરનું અવસાન થયું છે. આશ્ચર્યની વાત એ છે કે જે દિવસે તેમનો 94મો જન્મદિવસ હતો, તે જ દિવસે તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર દોડી ગઈ છે.
જન્મદિવસે જ લીધા અંતિમ શ્વાસ
બોબ બ્લેયર પોતાના 94મા જન્મદિવસે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તેમની રમત જેટલી શાનદાર હતી, તેમનું જીવન એટલું જ સંઘર્ષપૂર્ણ રહ્યું હતું. તેમના સન્માનમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામેની આગામી મેચમાં કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતરશે અને આ મહાન ખેલાડીને શ્રદ્ધાંજલિ આપશે.
આ પણ ખાસ વાંચો : વૈભવથી પણ બે કદમ આગળ નીકળ્યો 10 વર્ષીય આશીર્વાદ : 19 ચોગ્ગા, 6 છગ્ગા અને 168 રન..., ડોમેસ્ટિક મેચમાં મચાવ્યો હાહાકાર
બ્લેયરની શાનદાર ક્રિકેટ સફર
બોબ બ્લેયરે વર્ષ 1952થી 1964 દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે 19 ટેસ્ટ મેચ રમી હતી. આ મેચોમાં તેમણે 35ની સરેરાશથી 43 વિકેટ ઝડપી હતી. જો ઘરેલુ ક્રિકેટની વાત કરીએ તો, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો રેકોર્ડ અદ્ભુત હતો. તેમણે માત્ર 59 મેચો રમીને 15ની શાનદાર સરેરાશથી 330 વિકેટ પોતાના નામે કરી હતી. તેઓ મોટાભાગે વેલિંગટન તરફથી રમતા હતા, જ્યારે કેટલીક મેચોમાં તેઓ ડિસ્ટ્રિક્ટ્સ તરફથી પણ મેદાનમાં ઉતર્યા હતા.
એક જ ઈનિંગમાં બે વાર 9 વિકેટ
તેમના ક્રિકેટ કરિયરનું સૌથી બેસ્ટ વર્ષ 1956-57નું રહ્યું હતું. આ વર્ષે તેમણે માત્ર 9ની શાનદાર સરેરાશથી 46 વિકેટો લીધી હતી. આ દરમિયાન તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં એક જ ઇનિંગમાં બે વખત 9-9 વિકેટ ઝડપીને બધાને ચોંકાવી દીધા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેઓ રમત સાથે જોડાયેલા રહ્યા હતા અને 5 અલગ-અલગ દેશોમાં કોચિંગ પણ આપ્યું હતું.
આ પણ ખાસ વાંચો : T20Iમાં શુભમન ગિલનો થશે ઉદય, શ્રેયસ ઐયરની ખુરશી જોખમમાં! : ઓલિમ્પિક્સ અને આગામી વર્લ્ડ કપમાં કોણ સંભાળશે ઈન્ડિયાની કમાન?
પત્નીના મોતના આઘાતમાં પણ દેશ માટે રમ્યા
બોબ બ્લેયરના જીવનની સૌથી મોટી દુઃખદ ઘટના ત્યારે ઘટી જ્યારે તેઓ સાઉથ આફ્રિકા સામે જોહાનિસબર્ગના એલિસ પાર્કમાં બીજી ટેસ્ટ મેચ રમી રહ્યા હતા. આ મેચ દરમિયાન જ તેમને સમાચાર મળ્યા કે ન્યૂઝીલેન્ડમાં થયેલી ભયાનક તાંગીવાઈ રેલ દુર્ઘટનામાં તેમની પત્ની નેરિસા લવનું મોત થયું છે. આ અકસ્માતમાં કુલ 151 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પત્નીના મોતના આઘાત વચ્ચે પણ તેઓ દેશ માટે મેદાન પર રમવા ઉતર્યા હતા, જે તેમની રમત પ્રત્યેની વફાદારી દર્શાવે છે.





