Home Sports FIFA 2026 Ronaldo Breaks Record Portugal Beat Uzbekistan 5 0 World Cup 2026

હ્યુસ્ટનમાં ગૂંજ્યો ‘SIUUU’ : ફિફા વર્લ્ડ કપ 2026માં રોનાલ્ડોએ બે શાનદાર ગોલ સાથે વિવેચકોની બોલતી બંધ કરી

Cristiano Ronaldo, FIFA World Cup 2026
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 24, 2026, 09:02 AM IST

Cristiano Ronaldo : ફિફા વર્લ્ડ કપ 2026ની એક રોમાંચક મેચમાં પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર એક આંકડો છે. યુએસએના હ્યુસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0ના મોટા અંતરથી હરાવ્યું છે. આ જીતના અસલી હીરો રોનાલ્ડો રહ્યા, જેમણે બે શાનદાર ગોલ ફટકારીને આર્જેન્ટિનાના દિગ્ગજ લિયોનેલ મેસ્સીનો એક મોટો મહારેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઐતિહાસિક પ્રદર્શન સાથે રોનાલ્ડોએ ફૂટબોલ જગતમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

પોર્ટુગલની શાનદાર જીત

ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ K મુકાબલામાં પોર્ટુગલની ટીમે શરૂઆતથી જ વિરોધી ટીમ પર દબાણ જાળવી રાખ્યું હતું. ટેક્સાસના હ્યુસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી પરાજય આપ્યો છે. આ ધમાકેદાર જીત સાથે ગ્રુપ સ્ટેજમાં પોર્ટુગલના હવે 4 પોઈન્ટ્સ થઈ ગયા છે અને ટીમ પોતાના ગ્રુપમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ ટીમે રાઉન્ડ ઓફ-32માં પહોંચવા માટે પોતાનો દાવો ખૂબ જ મજબૂત કરી લીધો છે.

આ પણ ખાસ વાંચો : દિલ્હી કેપિટલ્સનો આ ઓપનર છોકરીના ચક્કરમાં ભરાયો! : લગ્નની લાલચ આપી સંબંધો બાંધ્યા હોવાનો યુવતીનો આરોપ

મેચની રોમાંચક મિનિટો

મેચના ફર્સ્ટ હાફમાં જ પોર્ટુગલે 3-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી. મેચની 06મી મિનિટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રથમ ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ 17મી મિનિટે નુનો મેન્ડિસે શાનદાર ફિલ્ડ ગોલ કરીને સ્કોર 2-0 કર્યો હતો. મેચની 39મી મિનિટે રોનાલ્ડોએ પોતાનો બીજો ગોલ કરીને સ્કોર 3-0 કરી દીધો હતો. સેકન્ડ હાફમાં 60મી મિનિટે ઉઝબેકિસ્તાનના ગોલકીપર અબ્દુવોહિદ નેમાતોવ દ્વારા ઓન-ગોલ થતાં સ્કોર 4-0 થયો અને 87મી મિનિટે રાફેલ લેઆઓ એ પાંચમો ગોલ કરીને 5-0થી ઐતિહાસિક જીત પાકી કરી હતી.

મેસ્સીનો મહારેકોર્ડ તૂટ્યો

આ મેચમાં બે ગોલ કરવાની સાથે જ 41 વર્ષ અને 138 દિવસની ઉંમર ધરાવતા રોનાલ્ડોએ લિયોનેલ મેસ્સીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોનાલ્ડો હવે ફિફા વર્લ્ડ કપની એક જ મેચમાં મલ્ટીપલ એટલે કે એકથી વધુ ગોલ કરનાર દુનિયાના સૌથી મોટી ઉંમરના ફૂટબોલર બની ગયા છે. આ પહેલા મેસ્સીએ 22 જૂન 2026ના રોજ ઓસ્ટ્રિયા સામે 38 વર્ષ અને 363 દિવસની ઉંમરે બે ગોલ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો, જેને રોનાલ્ડોએ હવે પોતાના નામે કરી લીધો છે. ગોલ કર્યા બાદ રોનાલ્ડોએ પોતાની ખાસ 'SIUUU' સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું.

આ પણ ખાસ વાંચો : 100મી મેચમાં એમબાપ્પેનો ધમાકો : રોનાલ્ડોને પાછળ છોડી વર્લ્ડ કપમાં રચ્યો નવો ઈતિહાસ

6 વર્લ્ડ કપમાં ગોલનો રેકોર્ડ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે દુનિયાના એવા પ્રથમ ફૂટબોલર બની ગયા છે જેમણે 6 અલગ-અલગ વર્લ્ડ કપ એડિશનમાં ગોલ કર્યા હોય. વર્ષ 2006માં 21 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યા પછી, તેમણે 2006, 2010, 2014, 2018, 2022 અને 2026ના દરેક વર્લ્ડ કપમાં ગોલ નોંધાવ્યા છે. આ સિવાય રોનાલ્ડો વર્લ્ડ કપમાં પોર્ટુગલ માટે સૌથી વધુ 10 ગોલ કરનાર ખેલાડી પણ બની ગયા છે, તેમણે દિગ્ગજ યુસેબિયોના 9 ગોલનો રેકોર્ડ તોડ્યો છે.

ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

પોર્ટુગલની અગાઉની મેચ કોંગો સામે 1-1થી ડ્રો રહી હતી, જેમાં રોનાલ્ડો સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. આ કારણે કેટલાક વિવેચકોએ તેમને સ્ટાર્ટિંગ ઇલેવનમાં રાખવા સામે સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ આ મેચમાં બે ગોલ કરીને અને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ જીતીને રોનાલ્ડોએ તમામ ટીકાકારોના મોં બંધ કરી દીધા છે. જોકે રોનાલ્ડો તેમના કરિયરમાં હજી સુધી ક્યારેય વર્લ્ડ કપની ફાઇનલ રમ્યા નથી, પરંતુ વર્તમાન ટૂર્નામેન્ટમાં પોર્ટુગલને આગળ વધવાની મોટી આશા છે.

આ પણ ખાસ વાંચો : T20Iમાં શુભમન ગિલનો થશે ઉદય, શ્રેયસ ઐયરની ખુરશી જોખમમાં! : ઓલિમ્પિક્સ અને આગામી વર્લ્ડ કપમાં કોણ સંભાળશે ઈન્ડિયાની કમાન?

આગામી રોમાંચક મુકાબલો

આ શાનદાર જીત મેળવ્યા બાદ હવે પોર્ટુગલની ટીમ આગામી શનિવારે રાત્રે મિયામીમાં કોલંબિયા સામે પોતાના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમશે. બીજી તરફ, પરાજિત થયેલી ઉઝબેકિસ્તાનની ટીમ શનિવારે રાત્રે જ એટલાન્ટામાં કોંગો સામે ટકરાશે. બીજી તરફ આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી પણ શાનદાર ફોર્મમાં છે, જેઓ વર્લ્ડ કપના ઇતિહાસમાં 'ઓલ-ટાઇમ હાઇએસ્ટ ગોલસ્કોરર' તરીકે ટોચ પર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now