Home Sports FIFA 2026 Messi Ronaldo World Cup 2026 Match Schedule

FIFA World Cup 2026માં મેસ્સી અને રોનાલ્ડોની એન્ટ્રી ક્યારે થશે? : જાણો બંને સુપરસ્ટારનું સંપૂર્ણ શેડ્યૂલ અને ડ્રીમ ફાઇનલનું ગણિત

FIFA World Cup 2026, Cristiano Ronaldo, Lionel Messi
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jun 13, 2026, 12:04 PM IST

FIFA World Cup 2026 : ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. શરૂઆતની મેચોમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા છે, જેમાં મેક્સિકોએ દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાએ ચેકિયા સામે 2-1થી જીત મેળવી છે. બીજી તરફ બોસ્નિયા અને કેનેડા વચ્ચેની મેચ 1-1થી ડ્રો રહી છે. આ શરૂઆત બાદ હવે દુનિયાભરના ફૂટબોલ ચાહકોની નજર રમતના બે સૌથી મોટા સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પર ટકેલી છે. ચાહકો જાણવા આતુર છે કે આ બંને દિગ્ગજો ક્યારે મેદાન પર એક્શનમાં જોવા મળશે.

વર્લ્ડ કપ 2026નું નવું ફોર્મેટ

આ વખતનો ફૂટબોલ વર્લ્ડ કપ ખૂબ જ મોટો અને ખાસ છે, કારણ કે આ ટૂર્નામેન્ટમાં કુલ 48 ટીમો ભાગ લઈ રહી છે. આ બધી ટીમોને ચાર-ચારના ગ્રુપમાં વહેંચીને કુલ 12 ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આ મોટા સ્ટેજ પર લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિનાને ગ્રુપ Jમાં રાખવામાં આવી છે, જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને ગ્રુપ Kમાં સ્થાન મળ્યું છે.

FIFA World Cup 2026: ઇંગ્લેન્ડની ટીમ સાથે થઈ મોટી દુર્ઘટના: વર્લ્ડ કપ દરમિયાન ટ્રેનિંગના સાધનોની ચોરી અને ગાડીઓમાં તોડફોડ

લિયોનેલ મેસ્સી ક્યારે રમશે?

દુનિયાભરમાં કરોડો ચાહકોના દિલ પર રાજ કરનાર લિયોનેલ મેસ્સી આર્જેન્ટિના ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. આર્જેન્ટિનાએ વર્ષ 2022માં વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો અને આ વખતે તેઓ પોતાના ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે. ગ્રુપ Jમાં આર્જેન્ટિનાની સાથે જોર્ડન, ઓસ્ટ્રિયા અને અલ્જેરિયા જેવી ટીમો છે. આર્જેન્ટિનાની મેચોનું શેડ્યૂલ નીચે મુજબ છે:

16 જૂન : આર્જેન્ટિના vs અલ્જેરિયા (વર્લ્ડ કપ અભિયાનની પ્રથમ મેચ)

22 જૂન : આર્જેન્ટિના vs ઓસ્ટ્રિયા

27 જૂન : આર્જેન્ટિના vs જોર્ડન (ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ)

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ક્યારે રમશે?

બીજી તરફ પોર્ટુગલના મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને એક્શનમાં જોવા માટે ચાહકોએ થોડી રાહ જોવી પડશે. પોર્ટુગલની ટીમને ગ્રુપ Kમાં કોલંબિયા, ઉઝબેકિસ્તાન અને ડીઆર કોંગોની સાથે રાખવામાં આવી છે. રોનાલ્ડો પોતાની ટીમ સાથે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાંથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. પોર્ટુગલની મેચોનું શેડ્યૂલ નીચે મુજબ છે:

17 જૂન : પોર્ટુગલ vs ડીઆર કોંગો (હ્યુસ્ટન, અમેરિકા)

23 જૂન : પોર્ટુગલ vs ઉઝબેકિસ્તાન

27 જૂન : પોર્ટુગલ vs કોલંબિયા

12 વર્ષ બાદ FIFA મંચ પર ‘Waka Waka’ ગર્લનું ધમાકેદાર કમબેક!: શકીરાના શો બાદ લીલી જર્સીમાં ઝૂમતા મેક્સિકન સમર્થકોએ લૂંટી લાઇમલાઇટ

મહા મુકાબલો : ક્યારે આમને-સામને ટકરાશે મેસ્સી અને રોનાલ્ડો?

હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ વર્લ્ડ કપમાં આપણને મેસ્સી અને રોનાલ્ડો વચ્ચેની મહાટક્કર જોવા મળશે? આ એક એવી રોમાંચક વાર્તા જેવું છે, જેની કલ્પના દરેક ફૂટબોલ પ્રેમી કરી રહ્યો છે. હાલમાં આર્જેન્ટિના ગ્રુપ Jમાં છે અને પોર્ટુગલ ગ્રુપ Kમાં છે, એટલે કે ગ્રુપ સ્ટેજમાં તો બંને વચ્ચે મેચ શક્ય નથી. પરંતુ અસલી રોમાંચ નોકઆઉટ રાઉન્ડથી શરૂ થશે. જો બંને ટીમો પોતપોતાના ગ્રુપમાં ટોપ પર રહેશે અને આગળની તમામ મેચો જીતતી રહેશે, તો ટૂર્નામેન્ટના ડ્રો મુજબ ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ કે પછી સીધા ફાઇનલમાં આ બંને દિગ્ગજો એકબીજા સામે યુદ્ધના મેદાનમાં ઉતરી શકે છે. વિચારો કે એક તરફ મેસ્સી હોય અને બીજી તરફ રોનાલ્ડો, અને બંને પોતાની કારકિર્દીના આ અંતિમ વર્લ્ડ કપની ફાઇનલમાં ટ્રોફી માટે લડી રહ્યા હોય! જો નસીબ અને બંને ટીમોનું પ્રદર્શન સાથ આપશે, તો ફૂટબોલ ઇતિહાસની આ સૌથી મોટી અને યાદગાર 'ડ્રીમ મેચ' આપણને જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now