Home Sports FIFA 2026 England World Cup 2026 Training Equipment Stolen Kansas City

FIFA World Cup 2026: ઇંગ્લેન્ડની ટીમ સાથે થઈ મોટી દુર્ઘટના : વર્લ્ડ કપ દરમિયાન ટ્રેનિંગના સાધનોની ચોરી અને ગાડીઓમાં તોડફોડ

FIFA World Cup 2026
Published by: Viral Patel
Last Updated: Jun 13, 2026, 11:18 AM IST

FIFA World Cup 2026: ફિફા વર્લ્ડ કપ 2026 દરમિયાન ઇંગ્લેન્ડની નેશનલ ફૂટબોલ ટીમ સાથે એક આઘાતજનક ઘટના સામે આવી છે. કેન્સાસ સિટી પહોંચતા પહેલા જ ઇંગ્લેન્ડની ટીમનો ટ્રેનિંગનો સામાન ચોરાઈ ગયો છે. આ સામાન જ્યારે ફિફા વર્લ્ડ કપના બેઝ પર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે ગાડીમાં તોડફોડ કરીને સામાનની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સામાનને ફ્લોરિડામાં ઇંગ્લેન્ડના પ્રી-ટૂર્નામેન્ટ કેમ્પથી સ્વોપ સોકર વિલેજ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. શનિવારે કેન્સાસ સિટીમાં ઇંગ્લેન્ડની ટીમ ટ્રેનિંગ માટે પહોંચે તે પહેલા ત્યાં તમામ તૈયારીઓ પૂરી કરવાની હતી, પરંતુ તે પહેલા જ આ કાંડ થઈ ગયો.

રોહિત શર્મા બનાવશે સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ : સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પણ વનડેમાં નથી કરી શક્યા આ કરિશ્મા!

રોયટર્સના અહેવાલ મુજબ, સ્થાનિક પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને મામલાની આગળની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે તેઓ એ ગાડીમાંથી સામાન ચોરી થવાની તપાસ કરી રહ્યા છે, જે કેન્સાસ સિટી પહોંચી હતી અને તેમાંથી કેટલોક સામાન ગાયબ હતો. આ ચોરીના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત પણ કરી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. બ્રિટિશ મીડિયાના જણાવ્યા અનુસાર, જે સામાનની ચોરી થઈ છે તેમાં ખેલાડીઓના ખાસ જૂતા (બૂટ્સ) અને ફૂટબોલ જેવી મહત્વની વસ્તુઓ સામેલ છે.

બીજી તરફ, ઇંગ્લેન્ડની ટીમ આ વર્લ્ડ કપમાં મોટા ઇરાદાઓ સાથે ઉતરી રહી છે. ઇંગ્લેન્ડને ફિફા વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ L માં રાખવામાં આવ્યું છે, જ્યાં તેની સાથે ક્રોએશિયા, ઘાના અને પનામા જેવી ટીમો છે. 'થ્રી લોયન્સ' તરીકે ઓળખાતી ઇંગ્લેન્ડની ટીમનો લક્ષ્ય લાંબા સમયથી ચાલી રહેલા ટ્રોફીના દુકાળને ખતમ કરવાનો છે. ઇંગ્લેન્ડે છેલ્લે વર્ષ 1966 માં ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ભારતીય સમય અનુસાર 18 જૂને ક્રોએશિયા સામે કરીને શાનદાર શરૂઆત કરવા ઈચ્છશે.

સૂર્યવંશીના નાના ભાઈએ 20 ચોગ્ગા સાથે સદી ફટકારી ગામ ગજવ્યું! : આશીર્વાદની ઇનિંગ જોઈ એવી ચર્ચાએ જોર પકડયું આ લોકો શું ખાઈને મેદાનમાં ઉતરે છે?

આ ટૂર્નામેન્ટમાં મુખ્ય કોચ થોમસ ટુશેલના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની ટીમ 26 ખેલાડીઓના સ્ક્વોડ સાથે મેદાનમાં ઉતરી રહી છે, જેમાં અનુભવ અને યુવા જોશનું શાનદાર મિશ્રણ છે. ટીમની કપ્તાની સ્ટાર ખેલાડી હેરી કેન કરી રહ્યો છે, જ્યારે જુડ બેલિંગહામ અને માર્કસ રશફોર્ડ જેવા મહત્વના ખેલાડીઓ પણ ટીમનો હિસ્સો છે. આ સ્ક્વોડની ખાસ વાત એ છે કે તેમાં ઘણા નવા ચહેરાઓને તક મળી છે. ઇલિયટ એન્ડરસન અને મોર્ગન રોજર્સ સહિત કુલ નવ ખેલાડીઓ આ વખતે કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પોતાનું ડેબ્યુ કરવા જઈ રહ્યા છે, જેના કારણે ફેન્સને ઇંગ્લેન્ડની ટીમનું એક નવું જ અંદાજ જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now