Home Sports Playing The Opening Match In The Ipl Could Prove To Be A Bad Luck

IPL માં ઓપનિંગ મેચ રમવી બની શકે છે 'અપશુકન' : ઓપનિંગ મેચનો આ વિચિત્ર રેકોર્ડ વધારશે ચિંતા!

IPL માં ઓપનિંગ મેચ રમવી બની શકે છે 'અપશુકન'
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 06:40 AM IST

IPL 2026 : ક્રિકેટના મહાકુંભ IPL ની 19 મી સીઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક તરફ ફેન્સમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ આંકડાઓ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. IPL ના ઇતિહાસને જોઈએ છીએ તો ખબર પડે છે કે, જે ટીમો ટૂર્નામેન્ટની પહેલી મેચ રમે છે, તેમના માટે ટ્રોફી સુધીનો રસ્તો ઘણો મુશ્કેલ હોય છે. આ વર્ષે RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ આ 'ઓપનિંગ મેચ' ના ચક્રવ્યૂહમાં ફસાવાના છે.

ટૂર્નામેન્ટનો પ્રારંભ અને પ્રથમ મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 નો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે અને તેની ફાઇનલ મેચ 31 મેના રોજ રમાશે. આ સીઝનની પહેલી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. ગયા વર્ષે પંજાબ કિંગ્સને હરાવીને પહેલીવાર ટ્રોફી જીતનાર RCB ના ચાહકોને આ વર્ષે પણ મોટી આશાઓ છે, પરંતુ ઇતિહાસના આંકડા થોડા ભયાનક છે.

ઓપનિંગ મેચ અને ટ્રોફી વચ્ચેનો વિચિત્ર સંબંધ

IPL ના 2008 થી અત્યાર સુધીના 18 સીઝનના ઇતિહાસમાં માત્ર 7 વખત એવું બન્યું છે કે, જે ટીમે ઓપનિંગ મેચ રમી હોય તે જ વર્ષે ચેમ્પિયન બની હોય. એટલે કે, બાકીની 11 સીઝનમાં પહેલી મેચ રમનારી બંને ટીમો ફાઇનલ જીતવામાં નિષ્ફળ રહી છે. આ આંકડા દર્શાવે છે કે, પહેલી મેચમાં મેદાનમાં ઉતરવું એ ટ્રોફી જીતવા માટે 'અપશુકન' સમાન સાબિત થઈ શકે છે.

જીત પણ ટાઇટલની ગેરંટી આપતી નથી

રસપ્રદ વાત તો એ છે કે, માત્ર ઓપનિંગ મેચ રમવી જ નહીં, પણ તે જીતવી પણ ટ્રોફીની ગેરંટી નથી. 18 માંથી માત્ર 4 વાર એવું બન્યું છે કે, ઓપનિંગ મેચ જીતનારી ટીમ ચેમ્પિયન બની હોય. જ્યારે 3 વખત એવી ટીમો પણ જીતી છે, જેઓ ઓપનિંગ મેચ હારી ગયા બાદ શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી જીતી ગયા હોય. એટલે કે, RCB કે SRH જે પણ જીતે, તેમનો રસ્તો આગળ જતાં વધુ કઠિન બની શકે છે.

IPL ના ઈતિહાસની સૌથી સફળ ટીમો

જો ટ્રોફી જીતવાની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 5-5 ટાઇટલ સાથે સૌથી આગળ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 3 વાર અને હૈદરાબાદ ફ્રેન્ચાઇઝે 2 વાર (ડેક્કન ચાર્જર્સ અને SRH) ટ્રોફી જીતી છે. ગયા વર્ષે એટલે કે, 2025 માં RCB એ પોતાનું ખાતું ખોલાવ્યું હતું. આ સિવાય ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ પણ એક-એક વાર વિજેતા બન્યા છે.

ટ્રોફી માટે હજુ પણ રાહ જોતી ટીમો

ઘણી ટીમો એવી છે, જે પહેલી સીઝનથી રમી રહી છે પણ હજુ સુધી નસીબે તેમનો સાથ આપ્યો નથી. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ હજુ પણ તેમની પહેલી ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઘણી નવી ટીમો આવી અને ગઈ, પણ DC અને PBKS હજુ સુધી ચેમ્પિયન બની શકી નથી. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પણ હજુ સુધી ટાઇટલ જીતવામાં સફળ રહી નથી.

IPL વિજેતાઓની યાદી (2008-2025)

સીઝન

વિજેતા ટીમ

રનર-અપ ટીમ

ઓપનિંગ મેચનું પરિણામ

2008

રાજસ્થાન રોયલ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

KKR એ RCB ને 140 રનથી હરાવ્યું

2009

ડેક્કન ચાર્જર્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

MI એ CSK ને 19 રનથી હરાવ્યું

2010

ચેન્નાઈ સુપર કિંગ્સ

મુંબઈ ઈન્ડિયન્સ

KKR એ SRH ને 11 રનથી હરાવ્યું

2011

ચેન્નાઈ સુપર કિંગ્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

CSK એ KKR ને 2 રનથી હરાવ્યું

2012

કોલકાતા નાઈટ રાઈડર્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

MI એ CSK ને 8 વિકેટથી હરાવ્યું

2013

મુંબઈ ઈન્ડિયન્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

KKR એ DC ને 6 વિકેટથી હરાવ્યું

2014

કોલકાતા નાઈટ રાઈડર્સ

પંજાબ કિંગ્સ

KKR એ MI ને 41 રનથી હરાવ્યું

2015

મુંબઈ ઈન્ડિયન્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

KKR એ MI ને 7 વિકેટથી હરાવ્યું

2016

સનરાઈઝર્સ હૈદરાબાદ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

RPS એ MI ને 9 વિકેટથી હરાવ્યું

2017

મુંબઈ ઈન્ડિયન્સ

પુણે સુપર જાયન્ટ્સ

SRH એ RCB ને 35 રનથી હરાવ્યું

2018

ચેન્નાઈ સુપર કિંગ્સ

સનરાઈઝર્સ હૈદરાબાદ

CSK એ MI ને 1 વિકેટથી હરાવ્યું

2019

મુંબઈ ઈન્ડિયન્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ

CSK એ RCB ને 7 વિકેટથી હરાવ્યું

2020

મુંબઈ ઈન્ડિયન્સ

દિલ્હી કેપિટલ્સ

CSK એ MI ને 5 વિકેટથી હરાવ્યું

2021

ચેન્નાઈ સુપર કિંગ્સ

કોલકાતા નાઈટ રાઈડર્સ

RCB એ MI ને 2 વિકેટથી હરાવ્યું

2022

ગુજરાત ટાઇટન્સ

રાજસ્થાન રોયલ્સ

KKR એ CSK ને 6 વિકેટથી હરાવ્યું

2023

ચેન્નાઈ સુપર કિંગ્સ

ગુજરાત ટાઇટન્સ

GT એ CSK ને 5 વિકેટથી હરાવ્યું

2024

કોલકાતા નાઈટ રાઈડર્સ

સનરાઈઝર્સ હૈદરાબાદ

CSK એ RCB ને 6 વિકેટથી હરાવ્યું

2025

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

પંજાબ કિંગ્સ

RCB એ KKR ને 7 વિકેટથી હરાવ્યું

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now