Home Sports 7 Players Including Ms Dhoni And Ajinkya Rahane To Retire From Ipl

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય! : જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!
Published by: OBS Bureau
| Last Updated: Mar 17, 2026, 12:50 PM IST

IPL 2026 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19 મી સીઝનનો પ્રારંભ થવાને થોડાક જ દિવસો બાકી રહ્યા છે. IPL 2026 ની પહેલી મેચ બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે થવાની છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમ. એસ ધોની જેવા ખેલાડીઓએ આ લીગને દુનિયાની સૌથી મોટી લીગ બનાવી છે. જોકે, સમયની સાથે હવે એવા સંકેતો મળી રહ્યા છે કે, IPL 2026 ઘણા દિગ્ગજો ખેલાડી માટે આ છેલ્લી સીઝન સાબિત થઈ શકે છે. જાણો એવા 7 સ્ટાર ખેલાડીઓ વિશે જે આ સીઝન પછી નિવૃત્તિ લઈ શકે છે.

  1. એમ. એસ ધોની

    સૌથી પહેલા જે નામ આવે છે તે એમ. એસ ધોનીનું છે, જે 2008 થી ઇન્ડિયન પ્રીમિયર લીગનો ભાગ છે. હવે, ધોનીના ખભા પરથી કેપ્ટનશીપનો ભાર ઉતરી ગયો છે, કારણ કે રુતુરાજ ગાયકવાડે કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કર્યું છે. અને રાજસ્થાન રોયલ્સ સાથે સંજુ સેમસનની ટ્રેડ ડીલથી CSK ને એક વિકેટકીપર પણ મળી ગયો છે, જે ધોનીની જવાબદારી સંભાળી શકે છે. શક્ય છે કે આ વખતે, એમ. એસ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફક્ત એક મેન્ટર તરીકે રમશે, અને બધું ગોઠવ્યા પછી, આ વખતે IPL માંથી વિદાય લેશે.

  2. અજિંક્ય રહાણે

    કોલકાતા નાઈટ રાઈડર્સે પુષ્ટિ આપી છે કે, અજિંક્ય રહાણે IPL 2026 માં KKR ટીમનું નેતૃત્વ કરશે. જોકે, જો અજિંક્ય રહાણેનું વ્યક્તિગત પ્રદર્શન નબળું રહેશે, તો અજિંક્ય રહાણે પણ આ IPL પછી રિટાયરમેન્ટ લઈ શકે છે. IPL 2026 માં તેના ખરાબ પ્રદર્શન પછી, કોઈ પણ ટીમ અજિંક્ય રહાણેમાં ઇન્વેસ્ટ કરવા માંગે તેવી શક્યતા ખૂબ ઓછી છે, કારણ કે, IPL 2025 માં અજિંક્ય રહાણે મેગા ઓક્શનના પહેલા રાઉન્ડમાં પણ અનસોલ્ડ રહ્યો હતો. તેમ છતાં, KKR એ તેનામાં વિશ્વાસ દર્શાવ્યો.

  3. ઇશાંત શર્મા

    37 વર્ષીય ઇશાંત શર્માએ IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ માટે સાત મેચ રમી હતી, જેમાં તેને ફક્ત 4 વિકેટ લીધી હતી. તે હજુ પણ ગુજરાત ટીમનો ભાગ છે, પરંતુ જો IPL 2026 માં તેનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું, તો ઇશાંત શર્માની પણ આ સીઝન છેલ્લી બની શકે છે.

  4. મિશેલ સ્ટાર્ક

    મિશેલ સ્ટાર્ક છેલ્લા બે સીઝનમાં કુલ 31 વિકેટો લઈને વિશ્વના સૌથી ઘાતક ફાસ્ટ બોલરોમાંના એક રહ્યો છે. સ્ટાર્ક નવા બોલ સાથે ખૂબ જ ઘાતક છે અને ડેથ ઓવરોમાં પણ સારી બોલિંગ કરે છે. જોકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ શેડ્યૂલ અને વર્કલોડ મેનેજમેન્ટને જોતાં, સ્ટાર્ક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છોડી શકે છે.

  5. ડેવિડ મિલર

    સાઉથ આફ્રિકાના એક્સપિરિયન્સ ડેવિડ મિલર IPL 2026 માં દિલ્હી કેપિટલ્સ માટે રમશે. 36 વર્ષીય આ ખેલાડીનું ગયા સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું, તેને 11 મેચમાં ફક્ત 153 રન બનાવ્યા હતા અને એક પણ ફિફ્ટી ફટકારી ન હતી. IPL દર વર્ષે વધુને વધુ સ્પર્ધાત્મક બનતી જાય છે, જો ડેવિડ મિલરનું પ્રદર્શન 2026 માં સારું નહીં હોય, તો શક્ય છે કે તેની IPL કારકિર્દી આગામી સિઝન સુધી ન પહોંચે.

  6. સુનીલ નારાયણ

    હાલમાં વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે IPL માંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી. જો 2026 ની IPL 37 વર્ષીય ખેલાડી માટે સારી નહીં જાય, તો તે પણ રસેલની જેમ નારાયણ પણ રિટાયરમેન્ટ લઈ શકે છે. નારાયણએ 140 મેચની IPL કારકિર્દીમાં 192 વિકેટ લીધી છે અને 1,780 રન બનાવ્યા છે.

  7. ટ્રેન્ટ બોલ્ટ

    ન્યુઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી ટ્રેન્ટ બોલ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે, પરંતુ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં ટ્રેન્ટ બોલ્ટ હજુ પણ એક્ટિવ છે. તે IPL 2026 માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમશે, પરંતુ એ નોંધવું જોઈએ કે તે ટૂંક સમયમાં 37 વર્ષનો થશે અને જો IPL 2026 માં સારું પ્રદર્શન નહીં કરે તો શક્યતા રહેશે કે, ટ્રેન્ટ બોલ્ટ પણ આ સીઝન પછી રિટાયરમેન્ટ લઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે

IPL 2026 પહેલા ગુજરાત ટાઇટન્સની આ મોટી નબળાઈ આવી સામે!: GT ની આ એક ભૂલ તેમના માટે IPL 2026 માં ભારે પડશે

IPL 2026 પહેલા ગુજરાત ટાઇટન્સની આ મોટી નબળાઈ આવી સામે!

Hardik Pandya Ferrari 12Cilindri: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે છે ગાડીની કિંમત

Hardik Pandya Ferrari 12Cilindri

T20 World Cupમાં 3 સદી ચૂકવા પર સંજુ સેમસનનો મોટો ખુલાસો: "મને પણ વિચાર આવ્યો હતો કે હું સદી ફટકારું પણ..." જાણો કેમ ન કરી શક્યો સદી

T20 World Cupમાં 3 સદી ચૂકવા પર સંજુ સેમસનનો મોટો ખુલાસો

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ: તિરંગાનું અપમાન અને સ્ટેડિયમમાં અશોભનીય વર્તનનો આરોપ

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ
Play Video

NZ vs SA: ન્યૂઝીલેન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે ડબલ-હેડર ક્રિકેટ સીરિઝ: પ્રોટિયાઝ મજબૂત શરૂઆતની શોધમાં

NZ vs SA: ન્યૂઝીલેન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે ડબલ-હેડર ક્રિકેટ સીરિઝ

IPL 2026 પહેલા KKR ટીમ અને તેમના ફેન્સ માટે માઠા સમાચાર!: Harshit Rana ઈજાને કારણે IPL 2026 માંથી બહાર થઈ ગયો

IPL 2026 પહેલા KKR ટીમ અને તેમના ફેન્સ માટે માઠા સમાચાર!

BCCI Naman Award 2026 List: શુભમન ગિલથી સ્મૃતિ મંધાના સુધી... જાણો કોને ક્યો એવાર્ડ મળશે

BCCI Naman Award 2026 List

શું ખરેખર MS Dhoni રમી શકે છે છેલ્લી IPL?: પૂર્વ ક્રિકેટરના નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ!

શું ખરેખર MS Dhoni રમી શકે છે છેલ્લી IPL?

IPL 2026 પહેલા જ CSK ની ટીમ પર થયો કેસ!: MS ધોનીની ટીમ મુશ્કેલીમાં મુકાઈ, જાણો શું છે મામલો

IPL 2026 પહેલા જ CSK ની ટીમ પર થયો કેસ!

IPL માં ઓપનિંગ મેચ રમવી બની શકે છે 'અપશુકન': ઓપનિંગ મેચનો આ વિચિત્ર રેકોર્ડ વધારશે ચિંતા!

IPL માં ઓપનિંગ મેચ રમવી બની શકે છે 'અપશુકન'

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

T20 વર્લ્ડ કપમાં વિજય બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જાહેર: જાણો આગામી સમયમાં કયા દેશો સામે ટકરાશે ભારત

T20 વર્લ્ડ કપમાં વિજય બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જાહેર

સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની ખેલાડીને કેમ ખરીદ્યો?: કાવ્યા મારન અને પાકિસ્તાની પ્લેયરની ખરીદી પર મોટો વિવાદ, BCCI એ નું મૌન તોડ્યું!

સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની ખેલાડીને કેમ ખરીદ્યો?