Gandhinagar Crime News : ગાંધીનગરના રાયપુર વિસ્તારમાં બનેલા બાળકી હત્યા કેસમાં પોલીસે આરોપી અનિલ દંતાણીને સાથે રાખીને ઘટનાનું વિગતવાર રિકન્સ્ટ્રક્શન કર્યું છે. પોલીસ તપાસ મુજબ, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ બાળકીનું અપહરણ કેવી રીતે કર્યું, ત્યારબાદ તેની હત્યા કેવી રીતે નિપજાવી અને આરોપ મુજબ ઘટનાના પછી તેણે શું પગલાં લીધા તે સંબંધિત મહત્વની વિગતો બહાર આવી છે.
અનિલ દંતાણીને લઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
પોલીસે આરોપીને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ સમજવાની કોશિશ કરી કે બાળકીનું અપહરણ થયા બાદ તેણે કઈ રીતે આગળની ચાલ ચલાવી. આરોપ મુજબ, ઘટનાને અંજામ આપ્યા પછી તેણે થોડો સમય રાહ જોઈ અને ત્યારબાદ લાશને ઠેકાણે લગાવવાનો પ્રયાસ કર્યો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે એ પણ જાણ્યું કે બાળકીની લાશ ઘરની બાજુમાં આવેલી ઓસરીમાં કેમ મૂકી, તે અંગે આરોપીની પાસેથી માહિતી મેળવી.
આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસે રિકન્સ્ટ્રક્શન પૂર્ણ કર્યા બાદ આરોપી અનિલ દંતાણીને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતા. પોલીસે કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેથી વધુ વિગત મેળવી શકાય અને ઘટના પાછળની પૂરતી કડી બહાર આવી શકે. કોર્ટએ પોલીસની માંગના પગલે ૩ દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે. હવે આગામી ત્રણ દિવસ દરમિયાન પોલીસે કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી બાળકીની હત્યા પાછળનાં તમામ કારણો, પરિસ્થિતિઓ અને સંભવિત પુરાવાઓ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.




















