Bihar Election Results : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ને મળેલી જીતને લઈને કેન્દ્રીય મંત્રી તથા બિહાર ચૂંટણીના સહ-પ્રભારી સી આર પાટીલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે વિજય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર તેમજ NDA ના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
'બિહારના મતદાતાઓએ ચૂંટણીમાં અભૂતપૂર્વ જાગૃતતા દર્શાવી'
સી આર પાટીલના જણાવ્યા મુજબ, બિહારના મતદાતાઓએ આ ચૂંટણીમાં અભૂતપૂર્વ જાગૃતતા દર્શાવી છે. તેમણે કહ્યું કે “જંગલ રાજને રોકવાનો જે સંદેશ આપવો હતો તે મતદારોએ પૂરેપૂરો અને સ્પષ્ટ રીતે આપી દીધો છે.”
'જંગલ રાજ તરફ નહીં, પરંતુ વિકાસના રસ્તે...'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'બિહાર હવે પાછું જંગલ રાજ તરફ નહીં, પરંતુ વિકાસના રસ્તે ઝડપી ગતિએ આગળ વધવાની ઈચ્છા ધરાવે છે. મતદાતાઓએ આપેલો નિર્ણય રાજ્યના ભવિષ્ય પ્રત્યેના તેમની અપેક્ષાઓ અને વિશ્વાસનું પ્રતિબિંબ છે'.




















