logo-img
Pm Modi Will Be Greeted By Biharis At Surat Airport Before Leaving For Delhi

PM ના ગુજરાત પ્રવાસમાં થોડો ફેરફાર : દિલ્હી જતા પહેલા સુરત એરપોર્ટ પર બિહારીઓનું ઝીલશે અભિવાદન, જાણો દિવસભરના કાર્યક્રમો વિશે

PM ના ગુજરાત પ્રવાસમાં થોડો ફેરફાર
Published by: Offbeat Team
| Last Updated: Nov 15, 2025, 05:17 AM IST

PM Modi Gujarat tour : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ આવ્યા છે. સવારે તેમણે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને અંત્રોલી સ્ટેશન પર ચાલી રહેલા કામની વિગતવાર સમીક્ષા કરી. ત્યારબાદ બપોરે વડાપ્રધાન સાગબારા પહોંચી દેવમોગરા મંદિરે દર્શન કરશે અને સ્થાનિક લોકો સાથે પણ સંવાદ સાંધશે. ત્યાર પછી તેઓ ડેડીયાપાડા પહોંચી જ્યાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપી અને વિશાળ સભાને સંબોધિત કરશે.

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ

આ પ્રસંગે અનેક મહત્વપૂર્ણ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યા. પીએમ-જનમાન અને ડીએ-જાગુઆ યોજના હેઠળ કુલ 1,00,000 મકાનોના ગૃહપ્રવેશનું લોકાર્પણ કરશે, જેને કારણે આદિવાસી વિસ્તારોમાં હજારો પરિવારોને નવું ઘર મળવાનું સ્વપ્ન સાકાર બનશે. આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે 1,900 કરોડના ખર્ચે 42 નવી એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે. સાથે જ સમુદાય આધારિત પ્રવૃત્તિઓ માટે 228 બડુહેતુક કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કરશે. મણિપુરના ઈમ્ફાલમાં આદિવાસી સંશોધન સંસ્થા – TRI ભવનનું ઈ-ઉદ્ઘાટન પણ PMએ આ જ કાર્યક્રમ દરમિયાન કરશે. આ ઉપરાંત ગુજરાતના 14 આદિવાસી જિલ્લાઓ માટે 250 નવી બસોને લીલી ઝંડી આપશે, જેથી પરિવહન સુવિધાઓ વધુ મજબૂત બનશે.

આદિવાસી બાળકોના શિક્ષણમાં ઐતિહાસિક વધારો થશે

શિલાન્યાસના ભાગરૂપે આદિવાસી વિસ્તારોમાં 748 કિલોમીટરના નવા રસ્તાઓ બનાવવા માટેની યોજનાઓનો આરંભ કરવામાં આવશે. સાથે જ DA-JAGUA હેઠળ 14 નવા આદિવાસી મલ્ટી-માર્કેટિંગ સેન્ટર્સ (TMMC) ઉભા કરવામાં આવશે, જેનો સ્થાનિક લોકોને પોતાના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન અને બજારમાં સારી પહોંચ મળશે. ઉપરાંત 2,320 કરોડથી વધુના ખર્ચે 50 નવી એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓના નિર્માણનો શિલાન્યાસ પણ થયો, જે આદિવાસી બાળકોના શિક્ષણમાં ઐતિહાસિક વધારો થશે.

સુરત એરપોર્ટ પર બિહારીઓનું અભિવાદન ઝીલશે

વડાપ્રધાન મોદી જયારે દિલ્હી પરત ફરશે ત્યારે સુરત એરપોર્ટ પર લોકો તેમના સ્વાગત કરશે. સાંજે લગભગ 4 વાગ્યે 10 થી 15 હજાર જેટલા લોકો PMનું અભિવાદન કરવા એરપોર્ટ પર હાજર રહેશે. સમગ્ર દિવસ દરમિયાન PMની મુલાકાતો, યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસથી આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવો પ્રવાહ સર્જાયો છે. ગુજરાતમાં આજે PMનો પ્રવાસ વિકાસ અને જનકલ્યાણ માટેનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now