Dediyapada PM Modi Roadshow : ડેડીયાપાડામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ઉત્સાહનો અદભુત માહોલ જોવા મળ્યો. કેસરિયા સાફો ધારણ કરીને PM મોદીએ રોડ-શો શરૂ કર્યો ત્યારે રસ્તાઓ પર લોકોનું જનમેદની ઊમટી પડી હતી. રોડ-શો દરમિયાન લોકો ઉલ્લાસભેર “મોદી… મોદી…”ના નારા લગાવતા હતા અને PM પર ફૂલોની વર્ષા કરતા હતા. સમગ્ર માર્ગ પર જનસમુદાયે વિશાળ સ્વાગત કર્યું હતું.
રોડ-શો દરમિયાન લોકોનો ભારે ઉત્સાહ
આ પહેલાં વડાપ્રધાને આદિવાસી સમાજની કુળદેવી દેવમોગરા માતાના દર્શન કર્યા હતા. દર્શન બાદ તેઓ સીધા સભાસ્થળે જવા રવાના થયા. PM મોદી સવારે સુરત એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે અંત્રોલી પહોંચ્યા હતા, જ્યાં તેમણે બુલેટ ટ્રેન માટેના અંત્રોલી સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ ડેડીયાપાડા આવ્યા હતા, જ્યાં રોડ-શો દરમિયાન લોકોનો ઉત્સાહ શિખરે હતો.
PM મોદીને વિશેષ સન્માન સાથે આવકાર્યો
ડેડીયાપાડાનો રોડ-શો માત્ર રાજકીય નહીં પરંતુ ભાવનાત્મક જોડાણથી પણ ભરપૂર જોવા મળ્યો, જ્યાં સ્થાનિક આદિવાસી સમાજે PM મોદીને વિશેષ સન્માન સાથે આવકાર્યો.




















