Amreli Crime News : અમરેલીના રાજુલા તાલુકાના કુંભારીયા ગામમાં 23 વર્ષીય શિક્ષિકાનું આપઘાતની દુઃખદ ઘટના સામે આવી છે. મૃતકાની ઓળખ હેતલબેન ઘુસીયા તરીકે થઈ છે. તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું, પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે.
23 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કર્યો
હેતલબેન ઘુસીયા જૂના દેવકા ગામની માધ્યમિક સરકારી શાળામાં આઉટસોર્સ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તે મૂળ જૂનાગઢ જિલ્લા, માંગરોળ તાલુકાના ચાંદવડા ગામની વતની હતી. ઘટનાની જાણ થતા ડુંગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને શિક્ષિકાના પરિવારજનોની પૂછપરછની કામગીરી હાથ ધરાઈ. પ્રાથમિક કાર્યવાહી બાદ મૃતકાને રાજુલા સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવી છે.
આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ
હેતલબેન ઘુસીયા દ્વારા આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ છે. પોલીસ જણાવ્યું છે કે શું કારણોસર શિક્ષિકાએ આપઘાત કર્યો તે તપાસ બાદ સ્પષ્ટ થશે. આ દુઃખદ બનાવે આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે અને સ્થાનિક લોકો વચ્ચે શોકનો માહોલ વ્યાપી ગયો છે.




















