logo-img
Body Found After Kidnapping Of 9 Year Old Girl In Gandhinagar

ગાંધીનગરમાં 9 વર્ષની બાળકીના અપહરણ બાદ મૃતદેહ મળ્યો : પહેલા દિવસ ગુમ, બીજા દિવસે ઘરની પાછળથી પ્લાસ્ટિક બેગમાં લાશ, પોલીસ તપાસ તેજ

ગાંધીનગરમાં 9 વર્ષની બાળકીના અપહરણ બાદ મૃતદેહ મળ્યો
Published by: Offbeat Team
| Last Updated: Nov 14, 2025, 05:30 AM IST

Gandhinagar Crime News : ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામમાં 9 વર્ષ 11 મહિનાની એક બાળકી ગુમ થયાના બીજા જ દિવસે તેની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે. 12 નવેમ્બર 2025ના રોજ બપોરે બાળકી અચાનક ઘરેમાંથી બહાર ક્યાંક જતી રહી હતી. સવારના આશરે દસેક વાગ્યાના સુમારે બાળકી ગાયબ થતા તેના પિતાએ અજાણ્યા વ્યક્તિએ કાયદેસરના વાલીપણામાંથી તેને અપહરણ કરી ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવાયો હતો અને પોલીસ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાળકીની માહિતી સોશિયલ મીડિયામાં પ્રસારી પણ કરવામાં આવી હતી જેથી વધુમાં વધુ લોકોને જાણ થાય અને તેની શોધ સરળ બને.

પ્લાસ્ટિકના કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો

પરંતુ દુર્ભાગ્યે, 13 નવેમ્બર 2025ની રાત્રે આ શોધખોળનો અંત કરુણ ઘટનામાં થયો. પરિવાર રહે છે તે મકાનના પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી પ્લાસ્ટિકના કોથળામાં શંકાસ્પદ હાલતમાં કોઈ વસ્તુ જોવા મળી. કોથળો ખોલવામાં આવ્યો ત્યારે અંદર ગુમ થયેલી બાળકીની જ લાશ પેક કરેલી હાલતમાં મળી આવી હતી. આ દૃશ્ય જોઈ પરિવારજનો સાથે સાથે સ્થાનિક લોકો પણ શોકમાં ગરકાવ થઈ ગયા.

મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

પ્રાથમિક તપાસ દરમિયાન પડોશી વ્યક્તિ પર શંકા વ્યક્ત થઈ રહી છે અને તેના તરફથી બે અલગ અલગ સ્ટેટમેન્ટ મળતાં પોલીસે તેની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે. બાળકી સાથે કોઈ અસહજ ઘટના કે દુષ્કર્મ થયું છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ સ્પષ્ટ થશે, એમ પોલીસએ જણાવ્યું છે.

પોલીસે સઘન તપાસ હાથધરી

ઘટના સ્થળે ગાંધીનગરના SP તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ કેસમાં અનેક એંગલથી પૂછપરછ ચાલુ છે અને પોલીસે આસપાસના CCTV ફૂટેજ સહિત તમામ પુરાવાઓને આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now