રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આજે સવારના સમયે એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. પત્ની અને પતિ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા કુટુંબિય મતભેદો અંતે ગંભીર બનાવમાં ફેરવાયા. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ, પત્ની યોગ ક્લાસમાંથી પરત ફરી રહી હતી ત્યારે એક બિલ્ડિંગના પટાંગણમાં પતિએ તેના ઉપર ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ પતિએ પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે.
પતિએ પત્ની પર ફાયરિંગ કર્યા બાદ આત્મહત્યા કરી
ઘટનાની જાણ થતાંજ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ અને ડીસીપી ક્રાઇમ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા અને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક પતિ અને પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલતો હતો. આરોપ છે કે, પત્ની અને તેના ભત્રીજા વચ્ચે પ્રેમસબંધ હતા, જેના કારણે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ જ તણાવને કારણે પત્ની ઘર છોડી પોતાની એક સહીલાના ઘરે રહેવા ગઈ હતી. આજે સવારના સમયે તે યોગ ક્લાસમાંથી પાછી આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની.
પત્ની સારવાર હેઠળ
પતિ લાલજી પઢીયારે પત્ની તૃષા પર ફાયરિંગ કર્યું હતું. પત્ની તૃષા પર ફાયરિંગ કરી પતિ લાલજી પઢીયારે પોતાની જાતને ગોળી મારી આપઘાત કર્યો હતો. અત્યારે તૃષા પઢીયાર ક્રીટીકલ કન્ડીશનમાં સારવાર હેઠળ છે. 5 જેટલા ફૂટેલા કાર્ટુસ પોલીસે કબ્જે કર્યા છે. છેલ્લા દોઢ મહિનાથી પત્ની તૃષાને કૌટુંબિક વિશાલ ગોહેલ સાથે અનૈતિક સબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પતિ - પત્ની અલગ અલગ રહેતા હતા
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસે તપાસ હાથધરી
પોલીસે જણાવ્યું છે કે સમગ્ર બનાવ અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસને આગળ ધપાવવામાં આવશે. ઘટના પછી વિસ્તારમાં ભારે દહેશત છવાઈ ગઈ હતી




















