PM Modi Gujarat tour : PM મોદીએ ડેડિયાપાડામાં જંગી સભા સંબોધન કરતા કહ્યું કે, 2003 માં દેવમોગરા માતાના દર્શને આવ્યો હતો, આજે આ જગ્યાનો ખૂબ વિકાસ થયો છે, વધુમાં કહ્યું કે, '2021 માં ભગવાન બિરસામુંડાની જન્મજયંતિની જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી શરૂ કરવામાં આવી. દેશમાં જયારે પણ જરૂર પડી આદિવાસી સમાજ હંમેશા આગળ રહ્યો. સ્વતંત્રતા સંગ્રામ તેનું ઉદાહરણ છે.
'ભગવાન બિરસા મુંડાના પરિવારજનો સાથે મારા સારા સંબંધ છે'
તેમણે કહ્યું કે, 'હું મુખ્યમંત્રી બન્યો ત્યારબાદ ગુજરાતના આદિવાસી પટ્ટામાં 10,000 સ્કૂલો બની અને આજે બે ડઝન જેટલી કોલેજો પણ કાર્યરત છે, હું પહેલો પ્રધાનમંત્રી છું જેણે ભગવાન બિરસા મુંડાના ઘરની મુલાકાત લીધી છે. આજે પણ ભગવાન બિરસા મુંડાના પરિવારજનો સાથે મારા સારા સંબંધ છે. ભગવાન બિરસા મુંડાના ગામની માટીને માથા પર લગાડી હું આદિવાસીઓના કલ્યાણનો સંકલ્પ લઈને નિક્ળ્યો છું : પીએમ મોદી
'ભાજપ માટે આદિવાસી કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા રહી'
PM મોદીએ કહ્યું કે, જ્યારે અટલ બિહારી વાજપેયી પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા અને ભાજપે સરકાર બનાવી, ત્યારે દેશમાં પહેલી વાર આદિવાસી સમુદાયો માટે એક અલગ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ જ્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં આવી, ત્યારે તેમણે આ મંત્રાલયની અવગણના કરી અને તેને સંપૂર્ણપણે ભૂલી જવામાં આવ્યું'. વધુમાં કહ્યું કે, ભાજપ માટે આદિવાસી કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. આપણે હંમેશા આદિવાસી લોકો સાથે થઈ રહેલા અન્યાયનો અંત લાવવા અને વિકાસના લાભો તેમના સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ'.




















