અમરેલીમાં રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમાં ગઈ મધરાતે 6 જેટલા સિંહોનું ટોળું ઘૂસી આવતાં આખા ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સિંહોએ ગામને બાનમાં લઈ લીધું હતું અને શિકારની શોધમાં ગલી–ગલીમાં દોડધામ મચાવી હતી.
સાવજોનો ટોળું?
મળતી માહિતી મુજબ, સાવજોએ મધરાતે ગામમાં પ્રવેશ કરી પશુઓ અને શ્વાનો પાછળ દોટ મૂકી હતી. ગાય, આખલા તેમજ અન્ય અનેક પશુઓને પકડવા સિંહો શેરીઓમાં દોડતા દેખાતા હતા. ગામના લોકો પોતાના પશુઓને બચાવવા માટે ઘરોમાંથી બહાર નીકળ્યા અને કેટલીક જગ્યાએ ગભરાટનો માહોલ સર્જાયો.
ગલી–ગલીમાં સાવજોના દોડ્યા
ગામની શેરીઓમાં સિંહો અને પશુઓ વચ્ચે એવી દોડધામ થઈ કે જાણે કોઈ ફિલ્મી દ્રશ્યો જીવંત બન્યા હોય. દોડતા દોડતા સાવજો અને પશુઓ રાજુલા–સાવરકુંડલા હાઈવે સુધી પહોંચી ગયા હતા. સદભાગ્યે કોઈ જાનહાનિની માહિતી મળી નથી, છતાં ગામમાં લોકો રાતભર ડરીને જાગતા રહ્યા. આ ઘટના બાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે અને કર્મચારીઓએ સાવજોને ટ્રેક કરવાની કામગીરી શરૂ કરી છે.




















