ભાવનગર શહેરમાં એક હદયદ્રાવક ઘટના સામે આવી છે, જે સાંભળતા જ રૂઆટા ઉભા થઈ જાય. 22 વર્ષની યુવતી સોની, જેણે પોતાના સાજન સાથેનું ભવિષ્ય સ્વપ્નોમાં જોયું હતું, તે સાજન તેના માટે શેતાન સાબિત થયો હતો. સોનીએ હાથ પર ‘સાજન’નું નામ અને બીજા હાથ પર ‘સદા સૌભાગ્યવતી ભવ’ની મહેંદી મૂકી હતી, પણ એ મહેંદી સદા-સૌભાગ્યવતી નહીં, પણ સદા-દુર્ભાગ્યની સાબિત થઈ.
‘સાજન’ નીકળ્યો ‘શેતાન’
15 નવેમ્બરની વહેલી સવારે ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક પાસે લગ્નના દિવસે જ, તેના ભાવિ પતિ સાજન બારૈયાએ સોનીને પાઇપ વડે માથામાં પ્રહાર કરી અને પછી દીવાલ પર માથું ભટકાવી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. લાંબા સમય સુધી બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એ જ દિવસ સોની માટે અંતિમ દિવસ બની ગયો.
'ઝનૂની શેતાન' વિફર્યો અને...
સ્થાનિક લોકો અનુસાર, સોનિ અને સાજન વચ્ચે પાનેતર લગ્ન પ્રસંગની રકમ/વસ્તુઓ સહિત પૈસા સંબંધિત મુદ્દાઓ પર ભારે બોલાચાલી થઈ હતી. આ જ ઝઘડા દરમિયાન સાજન ઉશ્કેરાઈ ગયો અને હત્યાનું ભયાનક પગલું ભર્યું. પડોશીઓનું કહેવું છે કે સાજન વરરાજા નહીં, પણ “ઝનૂની શેતાન”ની જેમ વિફર્યો હતો. શેરીનાં લોકોએ જણાવ્યું કે સાજન બારૈયા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે.
તેણે શેરીમાં ફરી ઝઘડો કર્યો અને...
અપરાધ કર્યા બાદ પણ સાજન દૂર ભાગ્યો નહીં, પરંતૂ થોડું દૂર આવેલી શેરીમાં ફરી ઝઘડો કર્યો હતો. આ ઘટનાથી આખું પ્રભુદાસ તળાવ વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે. સોનીની SAD લવ સ્ટોરી, જેમાં પ્રેમ, વિશ્વાસ અને સપનાઓ હતાં. તે અંતે હત્યાના અંધકારમાં ફેરવાઈ ગઈ અને આખા ભાવનગરને રડાવી ગયું.




















