Gujarat Cold Weather Forecast : રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. વધતી ઠંડીના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછોતરા વરસાદના પગલે ખેતી પાકમાં મોટું નુકસાન થયું છે. ત્યારે હવે શિયાળામાં સારા ખેતી પાકને લઈ મીટ માંડી બેઠેલા ખેડૂતો પણ સારા શિયાળાના પગલે સારા પાકની આશા સેવી રહ્યો છે. ત્યારે ઠંડીના ચમકારાના કારણે હવે ખેડૂતોમાં ખુશી છે. તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં લોકો સ્વેટર સાથે વોકિગ લોબીમાં જોવા મળી રહ્યાં છે.
ઠંડીનું મોજું, નલિયામાં 12 ડિગ્રી તાપમાન
છેલ્લા થોડા દિવસોથી ઠંડીનો પારો ગગડતા ઠંડીનું મોજું જોવા મળ્યું છે, જો કે, હવામાન વિભાગે આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રેહાની આગાહી પણ કરી છે. સાથો સાથ આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી પણ આગાહી કરી છે. કચ્છના કોલ્ડસીટી ગણાતા નલિયામાં 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે
કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો
કચ્છના પાટનગર ભુજમા 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ઠંડીની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડા અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક લોકો વોકિંગ અને કસરત સાથે દિવસની શરૂઆત કરતા પણ સવાર સવારમાં જોવા મળે છે. હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના કારણે રાજયના લોકો કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.




















