MLA Chaitar Vasava : SIR ની કામગીરી દરમિયાન BLO સાથે થઈ રહેલા ર્વ્યવહાર મામલે AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, 'મામલતદાર કચેરીમાં BLOને બોલાવીને ધમકાવવામાં આવી રહ્યા છે અને કામ માટે આતિરક દબાણ લાદવામાં આવી રહ્યું છે'.
'કર્મચારીઓ પર અત્યાચાર સમાન છે'
ચૈતર વસાવાના જણાવ્યા મુજબ, 'ગેરહાજર BLO સામે વોરંટ કાઢવામાં આવી રહ્યા છે અને પોલીસ તેમને સીધા ઘરેથી ઉઠાવી મામલતદાર કચેરીમાં હાજર કરાવી રહી છે. તેમની દલીલ છે કે આ રીત અન્યાયપૂર્ણ છે અને કર્મચારીઓ પર અત્યાચાર સમાન છે'. તેમણે આગળ કહ્યું કે, 'પહેલાં તમામ કર્મચારીઓને વિવિધ સરકારી કાર્યક્રમોમાં ડ્યુટી સોંપી દેવામાં આવી હતી અને હવે SIR જેવી મહત્વપૂર્ણ કામગીરી માટે તેમને અચાનક દબાણ હેઠળ કામ કરાવવામાં આવી રહ્યું છે. અનેક BLO એ આ મુદ્દે તેમની પાસે ફરિયાદ પણ નોંધાવી હોવાનું વસાવાએ જણાવ્યું.
'જ્યાં ફક્ત એક જ શિક્ષક હોય, તે BLO નું કામ કેવી રીતે કરી શકે?'
ધારાસભ્ય ચૈતર વસાવાએ વ્યાવહારિક મુશ્કેલીઓ અંગે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કે, જ્યાં ફક્ત એક જ શિક્ષક હોય, તે BLO નું કામ કેવી રીતે સંભાળી શકે? આંગણવાડી કાર્યકર BLO ની કામગીરી કરશે તો બાળકોની સંભાળ કોણ લેશે? આ પરિસ્થિતિમાં, AAP તરફથી જાહેરાત કરવામાં આવી છે કે બુથ લેવલ પર કાર્યરત AAP મત રક્ષકો BLOને તેમની કામગીરીમાં મદદરૂપ થશે, જેથી કર્મચારીઓને વધારાનો ભાર ન પડે.



















