AAP MLA Chaitar Vasava : નવસારીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય શક્તિ પ્રદર્શન કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હુંકાર ભર્યો છે. ‘ગુજરાત જોડો અભિયાન’ હેઠળ યોજાયેલી આ સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરી ખાસ રહી હતી. તેમણે ભાજપ વિરુદ્ધ તીખા પ્રહારો કરતાં કહ્યું કે, આદિવાસી પટ્ટામાં આવનારી ચૂંટણીમાં AAP નિશ્ચિત જીત નોંધાવશે.
'જ્યાં સુધી તોડશે નહીં, ત્યારે સુધી છોડશે નહીં'
AAP ના દેડિયાપાડા MLA ચૈતર વસાવાએ જણાવ્યું કે, 'તેઓ ક્યારેય ભાજપમાં જોડાશે નહીં', વધુમાં કહ્યું કે, 'જ્યાં સુધી તોડશે નહીં, ત્યાં સુધી છોડશે નહીં' તેમણે આગળ ઉમેર્યું કે તેઓ આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા નથી, પરંતુ તેમના હક્ક અને અધિકાર માટે લડત આપે છે'.
“અપના ટાઈમ આયેગા”
ચૈતર વસાવાએ તેમના સંબોધનમાં કહ્યું કે, સભામાં 2027 ની તૈયારીને ધ્યાનમાં રાખીને “અપના ટાઈમ આયેગા”નો નારો પણ લગાવ્યો હતો, જેના કારણે ઉપસ્થિત કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. AAPના આ શક્તિ પ્રદર્શનથી આદિવાસી વિસ્તારોમાં રાજકીય ગરમાવો વધ્યો છે.



















