Ahmedabad Fake Jailer : અમદાવાદ શહેરમાં નકલી ઓળખના આધારે થતી છેતરપિંડીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક તાજા કિસ્સો અમદાવાદના ડીસીપી ઝોન-2થી સામેઆવ્યો છે, જ્યાંથીનકલી જેલર બની લોકો પાસેથી રૂપિયા પડાવતો રાજેન્દ્ર ત્રિવેદી નામનો શખ્સ ઝડપાયો છે.
ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરતો
માહિતી મુજબ, આરોપી સુરતની લાજપોર જેલના જેલર હોવાનું કહી લોકોને સવલતો અપાવવાની લાલચ આપતો અને તેના બદલામાં રૂપિયા માંગતો હતો. આ રીતે જેલરની ખોટી ઓળખ બનાવી તે લોકો સાથે સતત છેતરપિંડી કરતો હતો.
લાજપોર જેલનો નકલી જેલર!
આ બાબત પણ સામે આવી છે કે રાજેન્દ્ર ત્રિવેદી અગાઉ પણ નકલી પોલીસ અથવા નકલી અધિકારી બની લોકો પાસેથી રૂપિયા પડાવવાના કેસોમાં ફસાઈ ચૂક્યો છે. તેની આ હરકતો માત્ર છેતરપિંડી જ નહીં, પરંતુ સુરતની લાજપોર જેલના નામને પણ બદનામ કરવામાં આવી રહ્યો હતો.



















