Home Gujarat Newl Appointed Collector And Ddo Meet Vav Tharad District

નવ રચિત વાવ-થરાદ જિલ્લાને મળ્યા કલેક્ટર,DDO અને SP : જાણો આ જિલ્લાના પ્રથમ કલેક્ટર, DDO અને SP કોણ બન્યા?

નવ રચિત વાવ-થરાદ જિલ્લાને મળ્યા કલેક્ટર,DDO અને  SP
Published by: OBS Bureau
Last Updated: Sep 30, 2025, 05:49 PM IST

તાજેતરમાંજ નવરચિત વાવ થરાદ જિલ્લા માં ઉચ્ચ અધિકારીઓની નિમણૂકની જાહેરાત કરતાં રાજ્ય સરકારે સૌ પ્રથમ જિલ્લા કલેકટર ,જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ vada ની નિમણૂક ની જાહેરાત કરી દીધી છે.

નવ રચિત વાવ-થરાદ જિલ્લાના કલેકટર તરીકે IAS જે. એસ. પ્રજાપતિ અને ડીડીઓ તરીકે કાર્તિક જીવાણીની નિયુક્તિ કરવામાં આવી છે

વાવ-થરાદ જિલ્લાના પ્રથમ કલેક્ટર કોણ?

જે એસ પ્રજાપતિ, IAS, જિલ્લા વિકાસ અધિકારી, મોરબીને નવા બનાવેલા જિલ્લામાં વાવ-થરાદના કલેક્ટર તરીકે બદલી અને નિયુક્ત કરવામાં આવ્યા છે.


વાવ-થરાદ જિલ્લાના પ્રથમ DDO કોણ?

કાર્તિક જીવાણી, IAS, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, આદિજાતિ વિસ્તાર સબ પ્લાન, વલસાડને નવા બનાવેલા જિલ્લામાં વાવ-થરાદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી અને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચિંતન તેરેય્યા વાવ-થરાદના પ્રથમ SP બન્યા

બનાસકાંઠામાંથી વિભાજિત નવરચિત વાવ-થરાદ જીલ્લાના કલેકટર અને DDOની નિમણુક બાદ રાજ્ય સરકારે જીલ્લા પોલીસ વડાની પણ જાહેરાત કરી દીધી છે.વાવ થરાદ જીલ્લાના પ્રથમ એસ પી તરીકે વર્ષ 2017 ની બેચના IPS ચિંતન તેરેય્યાની રાજ્ય સરકારે નિમણુંક કરી છે. IPS ચિંતન તેરેય્યાની તાજેતરમાંજ બોટાદ જીલ્લા પોલીસ વડા તરીકે રાજ્ય સરકારે નિમણુક કરી હતી આ અગાઉ તેઓ CM સિક્યુરીટીમાં ફરજ બજાવતા હતા..બોટાદ જીલ્લામાં IPS ચિંતન તેરેય્યાએ ખુબજ ટૂંકા ગાળામાં નોંધપાત્ર કામગીરી કરી હતી.

બોટાદના નવા જીલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા

IPS ચિંતન તેરેય્યાની જગ્યાએ રાજ્ય સરકારે બોટાદ જીલ્લા પોલસ વડા તરીકે વર્ષ 2014ની બેચના IPS ધર્મેન્દ્ર શર્માની નિમણુક કરી છે. ધર્મેન્દ્ર શર્મા નિમણુકની રાહ જોઈ રહ્યા હતા. આ અગાઉ તેઓ સ્ટેટ સાયબર ક્રાઈમ સેલમાં ફરજ બજાવતા હતા ..થોડા સમય પૂર્વે IPS અધિકારીઓની રાજ્ય વ્યાપી બદલી થઇ તેમાં તેઓને સાયબર ક્રાઈમ માંથી હટાવાયા હતા પરંતુ અન્ય કોઈ જગ્યાએ નિમણુક આપવામાં આવી નહોતી હવે તેઓ બોટાદ જીલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવશે ..ધર્મેન્દ્ર શર્મા છોટાઉદેપુર જીલ્લા પોલીસ વડા તરીકે અને અમદાવાદ ઝોન-2 DCP તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now