logo-img
All Gujarat Rain Weather Update Imd Navratri 2025

જતા ચોમાસે જમાવટ! : નવસારીમાં વરસાદે વેર્યો વિનાશ, દ્વારકામાં ડેમ થયા 'ઓવરફ્લો, જુઓ ક્યાં કેટલો વરસ્યો

જતા ચોમાસે જમાવટ!
Published by: Offbeat Team
| Last Updated: Sep 29, 2025, 09:58 AM IST

ગીર સોમનાથ, સુત્રાપાડામાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં ફેરવાયા છે. ગઈ કાલે મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે સુત્રાપાડાના કનહાર વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગઈ છે. મગફળીનો ઉભો પાક પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. જોકે, કનહાર વિસ્તારમાં પ્રતિવર્ષ આ સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારના ખેડૂતોને વરસાદી આફતનો સામનો કરવો પડે છે. હાલ મેઘરાજાએ આંશિક વિરામ લેતાં ધીમીધારે વરસાદ ચાલી રહ્યો છે.

બીજી બાજુ તાલાલા ગીર પંથકમાં રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદ વરસ્યો છે. આંબળાશ ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ. આખી રાત્રીના ભારે વરસાદના પગલે ગામની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયું છે. સવારે 6 થી 8 દરમિયાન વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરતની સપાટીમાં વધારો

સુરતના ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદ થતાં ડેમ માંથી 11 વાગ્યા બાદ 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. મોદી રાત્રે ડેમમાંથી 1.33 લાખ ક્યુસેક પાણી છોડાતું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી છોડવામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. સુરતના વિયર કમ કોઝવેની સપાટીમાં 3 મીટરનો વધારો થયો છે.

ડેમ ભયજનક સપાટીથી 1 ફૂટ જ દૂર હોવાથી સત્તાધિશોએ 2 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું. ઇનફલો વધવાની સંભાવનાથી આવક કરતા જાવક વધારી દેવામાં આવી છે. ઉપરવાસમાં ફોરકાસ્ટને ધ્યાનમાં રાખી આઉટફલો બાબતે નિર્ણય લેવામાં આવશે.

નવસારીમાં નુકસાન

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પાંચ ગામોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. ચીખલીના ચોરા ગામમાં મોટા પાયે નુકસાન થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 12 કલાકથી વીજળી નથી અને રસ્તાઓ પર ઝાડ પડવાના કારણે રસ્તા પણ બંધ થઈ ગયા છે. ત્યારે મીની વાવાઝોડાની સ્થિતિ સર્જાતાં લોકોના ઘરોના પતરા ઉડવાના કારણે લોકોની સ્થિતિ ગંભીર બની છે. એટલું જ નહીં, ચીખલી કુમાર શાળા વિદ્યાલય સંકુલની ઈમારતની છતને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા ઘી ડેમ ઓવરફ્લો દેવભૂમિ દ્વારકા જામ ખંભાળીયાનો જીવાદોરી સમાન ઘી ડેમ ધોધમાર વરસેલા સાડા ત્રણ ઇંચ વરસાદના કારણે બીજી વખત ઓવરફ્લો થયો છે. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો તેમજ ખેડૂતોને સિંચાઇ પુરૂ પાડતો હોવાથી ડેમ ઓવરફ્લો થવાથી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

જામનગરમાં વરસાદી પાણી ભરાયા જામનગર શહેરના વોર્ડ નં. 1માં વરસાદી પાણી ભરાયા છે. શહેરમાં બેડેશ્વર વિસ્તારમાં રેલવેના ટ્રેકનું કામ ચાલુ હોવાથી પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા છે. અંદાજિત 80 મકાનોમાં ગત રાત્રે પડેલા વરસાદના પાણી ભરાયા છે. સ્થાનિકોના ઘરમાં ગત રાત્રીથી વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓનું મુશ્કેલીમાં વધારો થયો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now