logo-img
Heavy Rains Lashed Bharuch 3 Inches In Ankleshwar

ભરૂચમાં મેઘરાજાએ ભુક્કા કાઢ્યા! : અંકલેશ્વરમાં 3 ઇંચ વરસ્યો, ગરબા રસિકોમાં નિરાશા

ભરૂચમાં મેઘરાજાએ ભુક્કા કાઢ્યા!
Published by: Offbeat Team
| Last Updated: Sep 28, 2025, 02:23 PM IST

ગુજરાતના હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેના પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં અનેક વિસ્તારોમાં સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને જે બાદ ધમધોકાર વરસાદ વરસ્યો છે.

ગરબા રસિકોમાં નિરાશા

વરસાદના પગલે ગરબા રસિકોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતાઓ વધવા લાગી છે. અત્રે જણાવીએ કે, શિયાળુ પાક વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો વરસાદને લઈને ચિંતામાં મુકાયા છે.

સાતમા નોરતે વરસાદે બોલાવી રમઝટ

ભરૂચમાં સાતમા નોરતે વરસાદે રમઝટ બોલાવી છે. શહેરભરમાં મોડીરાતથી જ અવિરત વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના સેવાશ્રમ માર્ગ, પાંચબત્તી, કસક સર્કલ પર ઘૂટણ સમા પાણી ભરાયા છે.


ક્યાં કેટલો વરસ્યો

અંકલેશ્વરમાં 3 ઇંચ

ભરૂચ 2 ઇંચ

ઝઘડિયા 1 ઇંચ


દુકાનોમાં પાણી!

ભરૂચના ચાર રસ્તા, ફુરજા વિસ્તારમાં નદીની જેમ પાણી વહેતુ જોવા મળ્યું છે. આ વિસ્તારમાં 300થી વધારે દુકાન ધારકોને વરસાદી પાણી આવતા દુકાનો બંધ કરવાનો વારો આવ્યો હતો. દર ચોમાસામાં ભારે વરસાદ પડતા આ વિસ્તાર જળબંબાકાર થાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now