Bharuch MNREGA Scam: મનરેગા યોજના કૌભાંડમાં 3 મહિના અગાઉ જેલમાં ગયેલા કોંગ્રેસ નેતા હીરા જોટવા જેલમાંથી પરત ફરતા ઢોલ નગરા સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ આવકાર્યા હતા. ઢોલ–શરણાઈના સુર અને પુષ્પવર્ષા વચ્ચે તેમનું સ્વાગત કરાયું હતું. અર્જુન શૈક્ષણિક સંકુલ ખાતે તેમનું સ્વાગત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સમર્થકોને સંબોધતા કહ્યું કે, “ ગલા કટેંગે, લેકિન ઝૂકેગે નહીં”.
'ગલા કટેંગે, લેકિન ઝૂકેગે નહીં'
હીરા જોટવાએ કહ્યું કે, 'ગલા કટેંગે, લેકિન ઝૂકેગે નહીં, હમ નહી તો ડરે હેં ઓર ન ડરેગેં ઓર ન ડરાયેગેં, હિન્દુસ્થાન આઝાદ દેશ હેં ઓર મેં આઝાદ દેશ કા નાગરિક હું, અમને કોઈ દબાવી શકે નહીં'
3 મહિના અગાઉ જેલમાં ગયા હતા હીરા જોટવા
ચકચારીત મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા સાથે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર હિરેન ટેલરની પોલીસે ધરપકડ કરી હતી. ત્રણ મહિના અગાઉ મોડી રાત્રે ભરૂચ એ ડિવિઝન ખાતે હીરા જોટવાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
હીરા જોટવા કોણ છે?
2024ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમા સામે લડી હતી. જેઓ આહીર સમાજના અગ્રણી છે. જેઓ 1991માં સુપાસી ગામના સંરપંચ બન્યા હતા. 1995માં વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા ત્યારબાદ 2000માં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને 2005માં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચા પ્રમુખ તો 2003માં જૂનાગઢ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ બન્યા હતા. 2006માં વેરાવળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને 2010માં જૂનાગઢ જિ.પં.માં સભ્ય તેમજ વિપક્ષ નેતા બન્યા હતા. તો 2019માં પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી રહ્યાં અને 2023માં કેશોદ બેઠકથી વિધાનસભા ચૂંટણી હાર્યા તેમજ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા.