મહેસાણા અર્બન બેંકમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. બેંકના પૂર્વ સીઈઓ વિનોદ પટેલની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપ મુજબ, વિનોદ પટેલે પોતાનો પદનો દુરૂપયોગ કરતાં બીજલ મહેતા અને તેની પત્ની અમન મહેતા સાથે મળીને બેંકમાંથી મોટાપાયે લોન મંજૂર કરી હતી.
આરબીઆઈની ગાઈડલાઈન્સનો ભંગ!
તેમના નામે ચાલતી બાગેશ્રી ઇન્ફ્રા અને ઓમ ઇન્ફ્રા નામની કંપનીઓના નામે વર્ષ 2016થી 2023 દરમિયાન અંદાજે 64 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં આરબીઆઈની ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો.
પી.ટી. પટેલની પણ સંડોવણી
વિનોદ પટેલે સીઈઓ તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરતા બીજલ મહેતાની સાથે મળીને અનિયમિત રીતે લોન મંજૂર કરી હતી. સમગ્ર કૌભાંડમાં ગાંધીધામ શાખાના મેનેજર પી.ટી. પટેલની પણ સંડોવણી હોવાના પુરાવા મળતાં તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ હાલ આ મામલે વધુ પુછપરછ કરી રહી છે અને આ લોન કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે તે જાણવા માટે તપાસ હાથધરી છે.