Home Gujarat Panchmahal Godhara Police Station Case Update

ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાને લઈને ચોંકાવનારો ખુલાસો! : ઝાકીર ઝભા એકદમ સ્વસ્થ!, તેના તમામ દાવાઓ ખોટા? સામે આવ્યા CCTV

ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાને લઈને ચોંકાવનારો ખુલાસો!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Sep 25, 2025, 03:54 PM IST

ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં થયેલા હોબાળા અને તોડફોડના કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મુખ્ય આરોપી ઝાકીર ઝભા નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે પૂર્વનિયોજિત રીતે બનાવેલા ખોટા વીડિયોના આધારે શહેરમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝાકીર ઝભા પોતે જ ખોટા વીડિયો બનાવીને પોલીસ પર ગંભીર આરોપ મૂકી લોકટોળાને ઉશ્કેર્યું હતું. આ વિડીયોમાં તેણે એવું દર્શાવ્યું કે તેને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને પગમાં ગંભીર ઇજા થઈ હતી.

પરંતુ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ મુજબ, જ્યારે ઝાકીર ઝભા પોલીસ મથકમાં આવ્યો ત્યારે તે લંગડાવતો દેખાતો હતો. પણ ત્યારબાદ જે બીજો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે તે અનુસાર ઝાકીર ઝભા સ્વસ્થ હાલતમાં ગોધરા બાયપાસ પર આવેલી એક હોટલમાં પ્રવેશતો નજરે પડ્યો હતો. તે હોટલમાં સામાન્ય રીતે ચાલતો નજરે આવ્યો અને તેના પગમાં કોઈપણ પ્રકારની ઇજાના લક્ષણો જણાતા નહતા.

આમાંથી સ્પષ્ટ થાય છે કે ઝાકીર ઝભા દ્વારા ખોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ સમગ્ર કાવતરું પૂર્વનિયોજિત હતું અને તેનો ઉદ્દેશ શહેરમાં અશાંતિ ફેલાવવાનો અને યુવાનોને ભડકાવવાનો હતો. પોતાને ઈજા થઈ હોવાનું નાટક કરીને તેણે લોકોએ પોલીસ સામે વિરોધ કરવા માટે ઉશ્કેર્યા હતા.

તેમજ, પોલીસ સ્ટેશનમાં થયેલા તોડફોડની ઘટના પછી, ઝાકીર ઝભા તેના સાથીદારો સાથે એક હોટલમાં મિજબાની માણવા પણ પહોંચ્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે આ ખોટા વિડીયો તે પોતાના સાથીદારોની મદદથી બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હતો.

આ ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ખોટા આક્ષેપો, તોડફોડ તથા શાંતિભંગ માટે જવાબદાર લોકોને શોધી કાયદેસરની પગલાં લેવામાં આવશે એવું જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now