અમદાવાદના શાહીબાગમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના બની. સગીરાની સોસાયટીમાં રહેતા યુવકે જ તેના મિત્રોએ મળીને 4 મહિના પહેલા ઘરે બોલાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી મુજબ કેફીન પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.
જો કે, સગીરા કઈ બોલતી ન હોવાથી પરિવારે પુછપરછ કરતા ભાંડો ફૂટ્યો અને પોલીસે હાલ ચાર યુવકો વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ કરી છે. આ અંગે SC, ST સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સગીરા સાથે પાડોશમાં રહેતા ચાર યુવકોએ દુષ્કર્મ આચર્યું
મળતી માહિતી અનુસાર, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. સગીરાને ચાર મહિના અગાઉ તેની સોસાયટીમાં રહેતા જાણીતા યુવકે પોતાના ઘરે બોલાવી હતી. જોકે સગીરાને ઘરે બોલાવી ત્યારે અગાઉથી જ યુવકના ઘરે તેના અન્ય ત્રણ મિત્રો પણ હાજર હતા. સગીરાના યુવકના ઘરમાં આવતા કેફીન પીણું પીવડાવ્યું હતું, પછી ચારે યુવકો ભેગા મળીને સગીરા સાથે તૂટી પડ્યા અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યું હતું. એટલું જ નહિ આરોપીઓએ બનાવ અંગે સગીરાને કોઈને જાણ ના કરવા પણ કહ્યું હતું.
પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી
આ બનાવના દિવસથી સગીરા ગુમસમ રહેતી હતી. સગીરા સ્કૂલે પણ નિયમિત જતી ન હતી. પરિવારે જ્યારે બનાવ અંગે સગીરા સાથે વાતચીત કરી ત્યારે તેને તેની સાથે બનેલી દુષ્કર્મની ઘટનાની જાણ કરી હતી. સગીરાના પરિવારે આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી ચાર આરોપીઓ (અક્ષય ઉર્ફે સેંધો મહેરીયા,પાર્થ ઉર્ફે ભોટિયો પરમાર, અવિનાશ ઉર્ફે પપ્પુ પરમાર અને દશરથ ઠાકોર)ની ધરપકડ કરી છે. આ બનાવની વધુ તપાસ SC, ST સેલ દ્વારા કરવામાં આવી રહી છે.